બગદાણામાં બજરંગદાસ બાપાનો ભવ્ય અર્ધશતાબ્દી મહોત્સવ!
લાખો ભક્તો માટે 3 ટાઈમ મહાપ્રસાદ વ્યવસ્થા!
28 સમિતિઓ અને 45,000 સ્વયંસેવકો ખડેપગે!
500 ચુલા, 500+ CCTV અને 24x7 કંટ્રોલ રૂમ!
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા બગદાણા ગુરુ આશ્રમ ખાતે બજરંગદાસ બાપાની 50મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે બજરંગદાસ સીતારામ સનાતન સંસ્થાન દ્વારા અર્ધશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે બે માસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મહોત્સવ દરમિયાન અતિમહાવિષ્ણુ યજ્ઞ, ધર્મસભા, સંતવાણી, ધ્વજારોહણ, ગુરુપૂજન અને નગરયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાના હોવાથી વિશાળ ડોમ, રહેવાની સુવિધા, પાર્કિંગ અને ભોજનશાળા તૈયાર કરવામાં આવી રહી છે.
સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા બગદાણા ધામ ટ્રસ્ટ દ્વારા 28 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં 3 શિફ્ટમાં અંદાજિત 45,000 સ્વયંસેવકો કાર્યરત રહેશે અને 2 લાખ લોકો એકસાથે મહાપ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા સાથે 500 થી વધુ CCTV કેમેરા અને 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે.
-
તારીખ અને સ્થળ: 19 થી 25 જાન્યુઆરી 2027 (બગદાણા ધામ)
-
મુખ્ય આંકડા: 7 દિવસમાં 20-25 લાખ શ્રદ્ધાળુ, 28 કામગીરી સમિતિ અને 45,000 સ્વયંસેવક
-
કુલ શ્રદ્ધાળુ: 25 લાખ (7 દિવસ)
-
પીક દિવસે આગમન: 6 લાખ
-
એક સમયે પરિસરમાં હાજર: 2 લાખ
-
ભોજન થાળી (પ્રતિદિન): 4.5 લાખ
-
સ્વયંસેવક: 45,000 (3 શિફ્ટ × 15000)
-
પાણી (પ્રતિદિન): 72 લાખ લિટર (પીવા + સ્નાન + શૌચાલય)
-
શૌચાલય યુનિટ: 2,000+
-
પાર્કિંગ વિસ્તાર: 300 એકર
-
મેડિકલ સુવિધા: 10 મેડિકલ પોસ્ટ + 25 એમ્બ્યુલન્સ
-
નાઈટ સ્ટે ક્ષમતા: 50,000
-
સુરક્ષા વ્યવસ્થા: 500+ CCTV કેમેરા અને 24×7 કંટ્રોલ રૂમ
-
મહોત્સવનો હેતુ:
-
બાપાના જીવનમૂલ્યોનો પ્રચાર-પ્રસાર
-
સંતો અને ભક્તોનું આધ્યાત્મિક મિલન
-
યજ્ઞ, ભજન અને સત્સંગ દ્વારા લોકમંગલ
-
સેવા અને સંસ્કારની પરંપરાને મજબૂત બનાવવી
-
આગામી પેઢીને સંગઠિત સેવા માટે પ્રેરિત કરવી
-
લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષિત, સુવિધાયુક્ત અને દિવ્ય અનુભવ આપવો
-
-
મહોત્સવનું સ્વરૂપ:
-
ધ્વજારોહણ અને ગુરુપૂજન
-
મહાયજ્ઞ અને યજ્ઞશાળા
-
સંતસમાગમ અને ધર્મસભા
-
નગરયાત્રા
-
અખંડ ભંડારો (મહાપ્રસાદ)
-
સંત નિવાસ અને યજમાન સંકુલ
-
ભજન-કીર્તન અને લોકડાયરો
-
-
25 લાખની ભીડ માટે સિદ્ધાંતો:
-
One-way Flow: દર્શન, ભોજન અને પાર્કિંગ - દરેક જગ્યાએ એન્ટ્રી અને એક્ઝિટ અલગ
-
Holding Zones: દરેક મુખ્ય સ્થળ પહેલાં છાંયડો, પાણી અને શૌચાલય સાથે વેઈટિંગ ઝોન
-
Backup: પાણી, વીજળી, સાઉન્ડ, મેડિકલ દરેકનું બેકઅપ, કોઈ ફ્લોયર નહીં
-
-
દિવસ 1 (19 જાન્યુ.): અંદાજિત આગમન 50 હજાર | એક સમયે હાજર (પીક) 20 હજાર | રાત્રિ રોકાણ 15 હજાર (મહોત્સવ પ્રારંભ, સંતો-યજમાનોનું આગમન, અંતિમ ચકાસણી)
-
દિવસ 2 (20 જાન્યુ.): અંદાજિત આગમન 2 લાખ | પીક 70 હજાર | રાત્રિ રોકાણ 25 હજાર (ધ્વજારોહણ, યજ્ઞ પ્રારંભ)
-
દિવસ 3 (21 જાન્યુ.): અંદાજિત આગમન 3 લાખ | પીક 1 લાખ | રાત્રિ રોકાણ 35 હજાર (ધર્મસભા, સંતસમાગમ)
-
દિવસ 4 (22 જાન્યુ.): અંદાજિત આગમન 3.50 લાખ | પીક 1.20 લાખ | રાત્રિ રોકાણ 40 હજાર (નગરયાત્રા)
-
દિવસ 5 (23 જાન્યુ.): અંદાજિત આગમન 4 લાખ | પીક 1.40 લાખ | રાત્રિ રોકાણ 45 હજાર (વીકએન્ડ ભીડ - પાર્કિંગ ફુલ)
-
દિવસ 6 (24 જાન્યુ.): અંદાજિત આગમન 5 લાખ | પીક 1.70 લાખ | રાત્રિ રોકાણ 50 હજાર (તિથિ પૂર્વ સંધ્યા - રાત્રિ ભજન, મહત્તમ રાત્રિ રોકાણ)
-
દિવસ 7 - મુખ્ય તિથિ (25 જાન્યુ.): અંદાજિત આગમન 6 લાખ | પીક 2 લાખ | રાત્રિ રોકાણ 20 હજાર (પીક દિવસ - 50મી મહાપરિનિર્વાણ તિથિ, પૂર્ણાહુતિ, સમાપન અને વિદાય)
-
કુલ: 24 લાખ આગમન | પીક-અવર ધારણા મુજબ પીક દિવસના 33% લોકો એક સાથે પરિસરમાં અને 25 જાન્યુ. સાંજે વિદાય-ટ્રાફિકનું અલગ આયોજન
-
ભક્તો: 6 લાખ
-
દર્શનના કલાકો: 18 કલાક
-
પ્રતિ કલાક દર્શન: 33,333 વ્યક્તિ
-
પ્રતિ મિનિટ દર્શન: 550 વ્યક્તિ
-
દર્શનની 10 લાઈન: 60-70 વ્યક્તિ/મિનિટ
-
નગરયાત્રા: 5 કિ.મી.
-
ગુરુપૂજન: ભક્તો માટે દર કલાકે 500 ગુરુપૂજન સ્લોટ (ટોકન પદ્ધતિ)
-
મંદિર પરિસર (કેસરી): દર્શન 10 લાઈન
-
યજ્ઞશાળા (પીળો): 5 એકર, નિયંત્રિત પ્રવેશ
-
ધર્મસભા મંડપ (મરૂન): 2 લાખ બેઠક, 50 એકર
-
સંત નિવાસ (ભગવો): 1000 કુટીર
-
યજમાન/VIP સંકુલ (ગુલાબી): 700 રૂમ (હોટલ + ટેન્ટ + ધર્મશાળા + ગામ)
-
જનરલ ઉતારા (આછો વાદળી): 10 ડોમ × 5000
-
રસોડા વિભાગ (બદામી): 2 રસોડા (500 ચુલા), 4 કોઠાર
-
પ્રસાદ/ભોજનશાળા (ક્રીમ): 4 × 5000 બેઠક
-
પાર્કિંગ ઝોન P1-P8 (વાદળી): 300 એકર
-
વેપારી સ્ટોલ (લીલો): 500 સ્ટોલ
-
મેડિકલ ઝોન (સફેદ/લાલ): 10 પોસ્ટ + બેઝ હોસ્પિટલ
-
કંટ્રોલ રૂમ (કાળો): કેન્દ્ર સ્થાને, 24×7
-
મીડિયા સેન્ટર (જાંબલી): 200 બેઠક
-
પૂછપરછ કેન્દ્ર (નારંગી): 10 કેન્દ્ર
-
સ્વયંસેવક કેમ્પ (રાખોડી): 15000 બેડ
-
શૌચાલય બ્લોક (લીલો): 40 બ્લોક × 50 યુનિટ દરેક ઝોનમાં
-
ઈમરજન્સી માર્ગ: દરેક ઝોનમાં 6 મીટર પહોળો માર્ગ હંમેશા ખુલ્લો
-
એક્ઝિટ: પરિસરમાં 4 ઈમરજન્સી એક્ઝિટ - પીળા બોર્ડ સાથે
-
અલગ કોરિડોર: એમ્બ્યુલન્સ/ફાયર માટે અલગ કોરિડોર - પાર્કિંગ/સ્ટોલ પ્રતિબંધિત
-
મોનિટરિંગ અને વ્યવસ્થા:
-
24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ
-
CCTV મોનિટરિંગ (500 કેમેરા) અને ડ્રોન સર્વેલન્સ
-
ટ્રાફિક નિયંત્રણ અને પાર્કિંગ સ્ટેટસ
-
જાહેર જાહેરાત (PA) - ગુમ અને મળી જવાની સૂચના
-
મેડિકલ ઈમરજન્સી ડિસ્પેચ
-
VIP મુવમેન્ટ
-
પોલીસ અને સરકારી વિભાગો સાથે સંપર્ક
-
ઘટનાની નોંધ અને તાત્કાલિક કાર્યવાહી
-
-
કુલ પરિસર: 600 એકર
-
પ્રવેશદ્વાર: 8 મુખ્ય દ્વાર (દરેક 12 મીટર પહોળો) + 4 ઈમરજન્સી એક્ઝિટ
-
ઈન્ટરનલ રસ્તા: 25 કિ.મી. કાચા/પાકા
-
બેરિકેડિંગ/સાઈનેજ: 25 કિ.મી. બેરિકેડ, 1500 સાઈનેજ બોર્ડ
-
પીક દિવસ વાહન અંદાજ: 4,800 બસ, 52500 કાર, 60000 ટુ-વ્હીલર
-
પાર્કિંગ ઝોન: P1-P8 - કુલ 300 એકર
-
શટલ સેવા: પાર્કિંગ થી મંદિર (2-4 કિ.મી.) માટે 100 શટલ બસ/ટ્રેક્ટર-ટ્રોલી, દર 3 મિનિટે
-
ટ્રાફિક સ્ટાફ: 1,500 સ્વયંસેવક + પોલીસ/હોમગાર્ડ (માંગણી: 1500) + 300 ટ્રાફિક વોર્ડન
-
સાધનો: 200 વોકી-ટોકી, 500 ટ્રાફિક કોન, 50 ડ્રોપ-ગેટ, 200 રિફ્લેક્ટિવ જેકેટ, 10 ટોઈંગ વાહન
-
બહારનું સાઈનેજ: 50 કિ.મી. દૂરથી ડાયવર્ઝન બોર્ડ; NH/SH પર પોલીસ સાથે 20 નાકા
-
કચરો: 100 ટન દૈનિક
-
સફાઈકર્મી: 1500 (3 શિફ્ટ)
-
ફોગિંગ: દિવસમાં 4 વાર (સવાર-સાંજ)
-
રસોડું/ભોજનશાળા સ્વચ્છતા: FSSAI મુજબ ચેકિંગ, 50 હેન્ડવોશ સ્ટેશન
-
પ્લાસ્ટિક પ્રતિબંધ: સિંગલ-યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ - પત્રાવળી/સ્ટીલ થાળી
-
થાળી: 4.5 લાખ/દિવસ (પીક)
-
3 બેઠક: સવાર 9-12, બપોર 12-4, સાંજ 6-10 (કુલ 18 લાખ થાળી)
-
ભોજનશાળા: 4 ડોમ × 5000 બેઠક = 20,000, 20 મિનિટ પંગત થી 60,000/કલાક ક્ષમતા
-
રસોડું: 2 રસોડા - કુલ 500 ચૂલા (ગેસ 300+ લાકડાં 200)
-
વાસણો અને મશીન:
-
1000 મોટા દેગડા
-
50 રોટલી મશીન (10,000/કલાક.)
-
20 ખીચડી-કઢી બોઈલર
-
-
રસોઈ સ્ટાફ: 500 રસોઈયા + 2500 મદદનીશ (3 શિફ્ટ) + 5,000 પીરસનાર સ્વયંસેવક
-
ઈંધણ: LPG 19 કિ.ગ્રા. × 1500 સિલિન્ડર/દિવસ
-
રાશન જથ્થો:
-
ઘઉંનો લોટ: 250 ટન
-
ચોખા: 125 ટન
-
દાળ: 75 ટન
-
શાકભાજી: 250 ટન
-
તેલ: 40 ટન
-
ખાંડ/ગોળ: 75 ટન
-
ઘી: 25 ટન
-
મસાલા: 25 ટન
-
-
પ્રસાદ વિતરણ: 25 લાખ પેકેટ પ્રસાદ (100 ગ્રામ) - દર્શન એક્ઝિટ પર 20 પ્રસાદ કાઉન્ટર
-
પ્રવેશદ્વાર સુશોભન: 8 મુખ્ય દ્વાર (40 ફૂટ ઊંચા, લાઈટિંગ) + 20 આંતરિક કમાન
-
લાઈટિંગ: 10 કિ.મી. LED લાઈટિંગ, 5,000 LED માસ્ટ (રસ્તા/પાર્કિંગ) - રાત્રે 100% પ્રકાશિત પરિસર
-
ફૂલ સુશોભન: 50 ટન તાજા ફૂલ (ગલગોટા, ગુલાબ) - મંદિર, મંચ, દ્વાર - દરરોજ બદલાવ
-
સેલ્ફી/ફોટો પોઈન્ટ: 20 - બાપાની છબી, 50 લોગો, "બાપા સીતારામ" 3D અક્ષરો
-
સલામતી: તમામ વાયરિંગ ELCB સાથે, ઊંચાઈ કામ સેફ્ટી બેલ્ટ, ફૂલ-કચરો દૈનિક નિકાલ
-
દૂધ: 1 લાખ લિ./દિવસ (ચા 60,000+ સંત/બાળક/રસોડું 40,000) - ડેરી ટેન્કર 10
-
ચા: 5 લાખ કપ/દિવસ (દૂધ 60,000 લિ., ખાંડ 10 ટન, ચા 1.5 ટન પ્રતિદિન)
-
છાશ: 2 લાખ લિ./દિવસ - 100 છાશ કેન્દ્ર (ભોજનશાળા, કતાર, પાર્કિંગ)
-
બરફ: 100 ટન/દિવસ - 5 બરફ ફેક્ટરી