Loading Please Wait !!!
બગદાણા નજીક કળમોદર ગામેથી 100 કિગ્રાથી વધુ ગાંજો!

  • કપાસના પાક વચ્ચે ગાંજાના 161 છોડનું વાવેતર!
  • SOG ના દરોડામાં 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત!
  • વાડીમાંથી આરોપી ઘોહારામ ભમ્મરની પોલીસે ધરપકડ કરી!

સિટી ન્યુઝ @ ભાવનગર 

મહુવા પંથકના બગદાણા નજીક કળમોદર ગામે વાડીમાં કપાસના પાક વચ્ચે ગાંજાનું વાવેતર ઝડપી પાડી SOG ની ટીમે 100 કિગ્રાથી વધુ જથ્થા સાથે 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના 161 છોડ કબ્જે કર્યા છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે કળમોદર ગામે વાડીમાં દરોડો પાડી લીલા ગાંજાના વાવેતર સાથે આરોપી ઘોહારામ ભમ્મરને ઝડપી લીધો છે, જેણે પૈસા કમાવાની લાલચે કપાસ વચ્ચે આ વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે.

જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અને ગુજરાત અભિયાન હેઠળ આ વર્ષમાં અત્યાર સુધીમાં 35 કેસ નોંધાયા છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 2 કેસ કરવામાં આવ્યા છે.

આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગાંજાના છોડ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આગામી સમયમાં SOG, LCB, ANW અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે વાવેતર શોધવાની કામગીરી વધુ તેજ રાખવામાં આવશે.

ગ્રામ્ય વાવેતર, ડ્રોન સર્વેલન્સ અને નશામુક્ત અભિયાન

ખેતીના અન્ય પાકોની આડમાં થતા ગેરકાયદે ગાંજાના વાવેતરને પકડી પાડવા માટે બાતમી તંત્ર સાથે ડ્રોન ટેકનોલોજી અસરકારક સાબિત થઈ રહી છે. પોલીસની સતત ઝુંબેશ અને કડક કાર્યવાહીથી નશાકારક પદાર્થોના નેટવર્ક પર અંકુશ આવે છે.