Loading Please Wait !!!
બજેટ પૂર્વે યુવાનો સાથે પ્રથમ વખત સંવાદ!

  • શિક્ષણ, કૌશલ્ય તાલીમ અને રોજગાર પર ભાર!
  • ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવાની માંગ!
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનોના સૂચનો સાંભળ્યા!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સામાન્ય બજેટની તૈયારી સંબંધિત બેઠકમાં યુવાનોએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ શિક્ષણ, કૌશલ્ય તાલીમ અને રોજગારની તકો વધારવા સાથે ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવા તથા શિક્ષણ અને આરોગ્ય પર બજેટ વધારવાની માંગ રજૂ કરી છે.

બજેટ અગાઉ વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથેના પરામર્શ વચ્ચે યુવાનો સાથે પ્રથમ વખત સંવાદ યોજાયો હતો, જેમાં દેશની અડધી વસ્તીની ઉંમર 29 વર્ષથી ઓછી હોવા અને તાજેતરના સમયમાં યુવાનોના આંદોલનના સંદર્ભમાં આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

શિક્ષણથી કૌશલ્ય વિકાસ સુધીની વ્યવસ્થા મજબૂત બને અને ગ્રામીણ સ્તરે રોજગારીની તકો વિસ્તરે તેવા પગલાં બજેટમાં સામેલ કરવા પર યુવાનોએ ભાર મૂક્યો છે.

બજેટ પરામર્શ, યુવા રોજગાર અને ગ્રામીણ વિકાસ

યુવા વસ્તીના કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને આરોગ્યની ગુણવત્તા સાથે રોજગાર નિર્માણ આર્થિક વિકાસના પાયામાં રહે છે. નીતિ ઘડતરમાં યુવાનો અને ગ્રામીણ ક્ષેત્રની પ્રાથમિકતાઓનો સમાવેશ લાંબા ગાળાની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બને છે.

AI ના ઉપયોગ વધારવા અંગે સૂચન
બેઠકમાં હાજર રહેલા એક યુવા પ્રતિનિધિએ જણાવ્યું કે શાળા સ્તરથી જ વ્યસન મુક્તિ સામે જાગૃતિ લાવવાથી લઈને યુવાનોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવા સુધીના અનેક સૂચનો અપાયા હતા.

ડિજિટલ કૌશલ્ય અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા ઉપરાંત ગ્રામીણ વિસ્તારો અને પંચાયત સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવાની સલાહ અપાઈ હતી, સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રમતગમતની સુવિધાઓ સુધારવાની પણ વાત થઈ હતી.

ગ્રામીણ સ્તરે AI પર  ભાર મૂકવાની સલાહ
પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થામાંથી આવેલા યુવા પ્રતિનિધિએ કહ્યું કે, શિક્ષણ અને કૌશલ્ય તાલીમની યોજનાઓનું કેન્દ્ર ગામો અને નાના શહેરોમાં વધુ રહે છે. રોજગાર વધારવામાં નાના ઉદ્યોગોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને જોતાં તેમને વધુ સહાય આપવા પર ભાર મૂકાયો હતો. સંશોધન ભંડોળ વધારવા, વધુ ઇન્ટર્નશિપની વ્યવસ્થા કરવા અને યુવા ઉદ્યોગસાહસિકોનો માર્ગ સરળ બનાવતી યોજનાઓની પણ માંગ ઊઠી હતી.

13 ક્ષેત્રોના 200 થી વધુ લોકોએ આપી સલાહ
નાણામંત્રીએ 16 થી 26 નવેમ્બર દરમિયાન યોજાયેલી વિવિધ બેઠકોમાં 13 ક્ષેત્રોના 200 થી વધુ લોકોના અભિપ્રાય સાંભળ્યા હતા. તેમાં ઉદ્યોગપતિઓ, ખજખઊ પ્રતિનિધિઓ, શિક્ષણવિદો, કૃષિ અને ગ્રામીણ વિકાસ નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, શેરબજાર, બેન્કિંગ, વીમા, માહિતી ટેકનોલોજી, માળખાગત સુવિધા, આવાસ, આરોગ્ય, રમતગમત અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ હતા. નાણા મંત્રાલયે બુધવારે જણાવ્યું કે આ બેઠકોમાં માનવ સંસાધન, ઇનોવેશન ઇકોસિસ્ટમ, ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), કૃષિ ઉત્પાદકતા, આવાસ સુરક્ષા અને શિક્ષણને મજબૂત કરવા અંગે મહત્ત્વપૂર્ણ સૂચનો મળ્યા છે, તેમજ ટિયર-2 અને ટિયર-3 શહેરોના ઝડપી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.