ધ મોક્ષ સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં દરોડો
- નાસી છૂટેલા માલિક-મેનેજર સામે ગુનો નોંધી શોધખોળ
- આસામ, નેપાળ અને મિજોરમની સાત યુવતીઓને મુક્ત કરાવી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના ૧૫૦ ફીટ રિંગ રોડ પર બાલાજી હોલ સામે આવેલા ‘વ્રજ કોમ્પ્લેક્સ’ના ત્રીજા માળે ચાલતા ‘ધ મોક્ષ સ્પા ની આડમાં ચાલતા કુટણખાનામાં માલવીયાનગર પોલીસે દરોડો પાડીને અન્ય રાજ્યની સાત યુવતીને મુક્ત કરાવી. દરોડા દરમિયાન નાસી જનાર માલિક અને મેનેજર સામે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા દોડધામ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ૧૫૦ ફુટ રિંગ રોડ પર વ્રજ કોમ્પ્લેક્ષમાં ધ મોક્ષ સ્પામાં કુટણખાનું ચાલતું હોવાની માહિતીને આધારે માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ કૈલા સહિતની ટીમે દરોડો પાડી
નેપાળ, મિજોરમ અને આસામની ૭ યુવતીઓને મુક્ત કરાવી તપાસ કરતા સ્પાનાં માલિક રૈયાડેર પર છીટુગરમાં રહેતો જીગર દિલીપભાઈ સૈયદ અને મેનેજર અણાસ લોકેન્દ્રભાઈ બેઠો હોવાનું અને દરોડા પહેલા પોલીસ આવતી હોવાની જાણ થતા નાસી છુટ્યા હોવાનું બહાર આવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ કરતા સ્પાની આડમાં બન્ને આરોપીઓ ઘણા સમયથી કુટણખાનું ચલાવતા હોવાનું અને એક્ટ્રી કિ ગ્રાહકો પાસેથી એક હજાર ઉઘરાવતા હતા અને અનૈતિક કામ માટે પાસેથી એક હજાર ઉધરાવતા હતા અને અનૈતિક કામ માટે યુવતીઓને બે હજાર ઉઘરાવી યુવતીઓને બે હજાર આપતા હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.