Loading Please Wait !!!
સુરેન્દ્રનગરની ક્લબ 71 જીમમાં પોલીસ રેડ

 

  • સુરેન્દ્રનગરથી પ્રકાશિત વિશેષ અને ચોંકાવનારો અહેવાલ

  • એસપી વેદિકા બિહાની દ્વારા ફિલ્મી ઢબે વેશપલટો

  • બીએસસી આઈટી અને વકીલાતનો અભ્યાસ કર્યો

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને મળેલી એક ભાવુક ચિઠ્ઠી “અમને દીકરી સમજીને તપાસ કરજો”એ સુરેન્દ્રનગરના ચર્ચિત ‘કલબ 71 જીમ’ના કાળા કારનામાનો પર્દાફાશ કરી દીધો છે. આ પત્ર મળતા જ એક્શન મોડમાં આવેલી પોલીસે પાડેલા દરોડા દરમિયાન લવ જેહાદ અને બ્લેકમેઇલિંગના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેમાં 100 યુવતીના 1300થી વધુ વાંધાજનક ફોટા અને વીડિયો મળી આવ્યા છે. આ ગંભીર ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી દીધી છે.

આ હાઈપ્રોફાઈલ ઓપરેશનને અંજામ આપવા માટે સુરેન્દ્રનગરના એસપી વેદિકા બિહાની અને તેમની ટીમે ફિલ્મી ઢબે વેશપલટો કર્યો હતો. ગ્રાહકના વેશમાં ટી-શર્ટ અને બર્મુડા પહેરીને જીમમાં પહોંચેલી પોલીસે સેકન્ડોની ગણતરીમાં જ જીમ માલિક અને શાતિર આરોપી આમીન મુલતાનીને બર્મુડામાં જ દબોચી લીધો હતો. પત્ર મળ્યાના માત્ર 15 કલાકમાં જ જીમ સીલ કરીને આરોપી સામે કાયદેસરની સખત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી આમીન મુલતાનીએ બીએસસી આઈટી (B.Sc IT) અને વકીલાતનો અભ્યાસ કરેલો છે. કાયદા અને ટેકનોલોજીનો જાણકાર હોવાના લીધે તે અત્યંત શાતિર રીતે બ્લેકમેઇલિંગનું જાળું ચલાવતો હતો અને બ્લેકમેઇલ કરવા માટે અન્ય લોકોના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત જીમમાંથી મળી આવેલા 17 ચેક, નોટરી કરાર અને [Aadhaar Redacted] પરથી સામે આવ્યું છે કે તે ગેરકાયદેસર વ્યાજવટાવનો વ્યવસાય પણ ચલાવતો હતો.

શનિવારે મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ મહિલાઓની સુરક્ષાની ખાતરી આપતા જણાવ્યું છે કે તમામ ડિજિટલ પુરાવાઓ પોલીસના કબજામાં સુરક્ષિત છે. ભોગ બનનાર પીડિત મહિલાઓએ ડર્યા વગર હિંમત કરીને આગળ આવવું જોઈએ, પોલીસ તેમની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખશે અને દોષિતો સામે કડક પગલાં લેવાશે.

આ પ્રકારના કૃત્યો આચરનારા તત્વો સામે કાયદાનો સકંજો કસાયો છે. જીમમાંથી જપ્ત કરવામાં આવેલા ચોપડાઓમાં નોંધાયેલા નામોની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે, જેથી આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ઈસમો પણ કાયદાના શિકંજામાં આવી શકે અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

મહિલા સુરક્ષા અને સાયબર અપરાધ

મહિલાઓની સુરક્ષા અને ગોપનીયતા સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વો સામે પોલીસ પ્રશાસનની આકરી કાર્યવાહી અનિવાર્ય છે. નાગરિકોમાં જાગૃતિ અને કાયદાનો ભય ગુનાખોરી ડામવામાં સહાયક બને છે.