Loading Please Wait !!!
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષા સઘન! હુથી હુમલાના ડરે બંકરમાં છુપાયા પ્રિન્સ!

  • મિસાઈલ અને ડ્રોનના વીડિયો શેર કરવા પર પ્રતિબંધ!

  • સાઉદી એરપોર્ટ પર હુમલાથી ભારે તણાવ!

  • સુરક્ષાના દાવાઓ વચ્ચે સતત વધી રહ્યા છે હુમલા!

સિટી ન્યુઝ @ રિયાધ

સાઉદી અરેબિયા અને યમનના હુથી બળવાખોરો વચ્ચે વધતા સંઘર્ષની અસર હવે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષા પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હુમલાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

અહેવાલો અનુસાર, 41 વર્ષીય ક્રાઉન પ્રિન્સ છેલ્લા એક અઠવાડિયાથી જાહેરમાં દેખાયા નથી અને સાવચેતીના ભાગરૂપે તેમને કડક સુરક્ષા તથા બંકરની સુવિધા ધરાવતા સુરક્ષિત મહેલોમાં જ રાખવામાં આવી રહ્યા છે.

આ વધતા જોખમો વચ્ચે સાઉદી સરકારે મિસાઈલ અને ડ્રોન સંબંધિત માહિતી કે વીડિયો જાહેર કરનારા લોકો સામે કડક ચેતવણી જારી કરી છે. સરકારે જણાવ્યું છે કે હુમલાના દશ્યો કે કાટમાળના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવાથી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

દરમિયાન, કિંગ ખાલિદ એરપોર્ટ પર થયેલા ઘાતક હુમલામાં ભારે જાનહાનિ થયાના દાવાઓ પણ સામે આવ્યા છે, જોકે આ હુમલાઓ સામે અગાઉની સરખામણીમાં સમયસર એલર્ટ સિસ્ટમ સક્રિય ન થવાને લઈને પણ સવાલો ઉભા થયા છે.

હૂથી બળવાખોરોના વધતા હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની આંતરિક સુરક્ષા વ્યવસ્થા, ક્રાઉન પ્રિન્સની અવરજવર અને સંવેદનશીલ માહિતીઓ પર નિયંત્રણ રાખવું એ દેશ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે.

ક્રાઉન પ્રિન્સની સુરક્ષા અને કડક પ્રતિબંધો

સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરોના સતત હુમલાઓ અને વધતા તણાવ વચ્ચે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષા વધારીને તેમને બંકરમાં ખસેડવામાં આવ્યા છે. સરકારે સુરક્ષાના કારણોસર હુમલાના વીડિયો અને માહિતી શેર કરવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે, જે મધ્ય પૂર્વની બદલાતી અને ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે.