Loading Please Wait !!!
‘પવિત્ર- નીરંકારી અને પાવનકારી શ્રાવણમાસ’

  • શિવજીના પુજનનો શ્રેષ્ઠ મહિમા
  • શ્રાવણ માસની શરૂઆત 13 ઓગસ્ટ ગુરુવારથી થાય છે
  • 4 પવિત્ર સોમવારનો સંયોગ રહેલો છે
  • શ્રેષ્ઠતમ અનેરૂ ધાર્મિક મહત્વ હોય તો તે ‘શ્રાવણ માસ’નું છે શ્રાવણ માસમાં પૂજન અર્ચનનું અનેરૂ મહત્વ રહેલું છે
ડો. રાજેશ એચ. ત્રિવેદી
લાયબ્રેરીયન
પી ડી યુ મેડીકલ કોલેજ- રાજકોટ
મો નં.- 9898027514
 
હિન્દુ માત્રમાં ધર્મમય ઉત્સવોમાં સર્વશ્રેષ્ઠ ઉત્તમ માસ તરીકે પૂજાતો હોય અને શ્રેષ્ઠતમ અનેરૂ મહત્વ હોય તો તે “શ્રાવણ માસ” છે. તે ભક્તિના મહીમાનો શ્રેષ્ઠમાસ છે. શ્રાવણમાસ નામ સાંભળતા જ સનાતની ના ગાનસ પટ પર ભગવાન શિવ નો સાક્ષાત્કાર થતો હોય છે.

શંકર એટલે કે મહાદેવ જેને દેવોના દેવ કહેવાય છે. શ્રાવણ માસમાં પૂજન કરવાથી આપણને અનોખી ઉર્જા મળે છે. આ માસ ના પૂજન થકી આખું વર્ષ પવિત્ર ઉર્જાનો અહેસાસ થાય છે. આગ તો ઈશ્વરની ભક્તિ માટે કોઈ પણ દિવસ કે સમય ન હોય, પરંતુ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કરવી એ અવિરમરાતીય લાભ છે.. જેથી તેની

ઉપાસના,પૂજન,અર્ચન,જપ,તપ,થી અનેક ગણું પુણ્યનું ભાથું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા ભોળીયાનાથનું કૈલાશ પર્વત, હિમાલય, ગીરનાર - સ્મશાનમાં જે તેમના રહેઠાણ હોય છે. તેનું રહેઠાણ કે બ્રહ્માન્ડ નથી, પૃથ્વી પર જ છે. જેથી આ શિવ અને જીવનો સંયોગ, થઈ શકે છે. શ્રાવણમાસ આવતાની સાથે જ ભક્તો ભોળીયાનાથ ને પોતાની ભક્તિ રસમાં નવડાવી તલબોળ થઈ જાય છે. અને રોજે રોજ શિવાલયોમાં શિવ પુજનની સામગ્રી લઈને પુજન અર્થે જતા હોય છે. અને શિવ મંદિરમાં પુજન માટે કટારો લાગે છે. આ બધામાં વિશેષ તો ભગવાન

ભોળાનાથ ભાવનાના ભૂખ્યા હોય છે. ભોળાનાથને રીઝવવા લોકો

જળ,દૂધ,શેરડીનો રસ, પંચામૃત, નાળીયેરનું પાણી અન્ય ફળ ફلاદી જેવી અસંખ્ય સામગ્રીઓ ભોળાનાથ પર ચડાવે છે. આ તમામ ભોળાનાથને પ્રિય છે.

શ્રાવણ માસની સાથે આ માસમાં તહેવારો પણ ચાલુ થઈ જતા હોય છે. આ માસમાં રક્ષાબંધન - રાંધણછઠ - નાગપાંચમ- સાતમ, જન્માષ્ટમી - પારણા નોમ જેવા તહેવારો અને સારા દીવસોની આનંદ, ઉલ્લાસ અને ભક્તિ ભાવથી ઉજવણી કરે છે. આ માસ માં શિવ ભજનની સાથો સાથ કૃષ્ણ જર્ણોત્સવ પણ આવે

છે. આ સમય દરમ્યાન ભક્તજનો બે દિવસ નટખટ કૃપાસ્મય બની જાય છે. ભગવાનની લીલા વાગોળતા થઈ જાય છે. અને તમામ મંદિર જાત-જાતના અને નવા રંગ રૂપ ધારણ

કરે છે. શ્રાવણમાસ પૂર્ણ વર્ષ દરમ્યાન નો પવિત્ર, પાવનકારી, નિલેપ મહત્વનો શ્રદ્ધાનો મહિનો છે. કહેવાય છે કે ભગવાન શંકર શરીર પર વ્યાઘ્રચર્મ (ચિતાચેલું) છે. તેમનું આસન વ્યાઘ્રચર્મ પર છે. વાઘના આસનનો મતલબ કે કામ, ક્રોધ,મોહ, પર વિજય તેવો છે. અને કહેવાય છે કે ભૂત,પ્રેત ડાકીની, યક્ષ એમને આધિન છે. જેની ચારેબાજુ પ્રાણી માત્ર પર તેમની પૂર્ણા સતા છે. શિવજીનું આગ વદારે નિવાસ સ્થાન સ્મશાન છે. અને તેમણે ચોપડીની માળા ધારણ કરેલી છે. કલિત્પ પર તરણ પ્રત અંકિત કરેલ છે. જેનો અર્થ થાય છે. અંહકાર,ક્રોધ,માયા કે જેમનાથી બચવાનું છે. શિવજી પાસે ધનુષ્ય અને ત્રિશુળ છે.ત્રિશુળ અદભુત અને આહલાદક છે.જેમાં માનવીની ત્રણ વિવિધ શક્તિનું નિરૂપણ છે. જેમ કે શારીરિક માનસિક અને આધ્યાત્મિક. જે એક પણ શક્તિ ક્ષીણ ન થાય તેઓ સામાજીક વ્યવહાર અનિવાર્ય છે. ત્રિશુળ આપણા શાસ્ત્રમાં પવિત્ર પ્રતિક છે. જેમાં જીવનના આધી,વ્યાધી, ઉપાધી એમ ત્રનાયને નષ્ટ કરી દેવાની શક્તિનો સંહાર કરે છે. ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક ભાવવાદી સંસ્કૃતિ છે. સમગ્ર વિશ્વમાં આપણી સંસ્કૃતિ અવ્વલ છે.

આપણા તેત્રીસ કરોડ દેવતામાં બ્રહ્મા, વિષ્ણુ અને ગણેશ મુખ્ય છે. જેમાં કહેવાય છે કે બ્રહ્મા સર્જક છે. વિષ્ણુ વિશ્વસનીય અને પોષણકર્તા છે. અને વર્ધકતા એ મહેશ દેવતા છે જ્યારે ભગવાન શિવના પણ બે સ્વરૂપ છે. સાકાર અને સગુણા, નિરાકાર ને નિર્ગુણ સ્વરૂપે પર બ્રહ્મ છે. શિવના મસ્તક પર જટા છે તેમના પર ચંદ્ર બિરાજમાન છે. અને તે મનનું શાંત કરવાનું સુચવે છે. શિવજીમાં તપ, સંયમ દ્વારા જ્ઞાનની સ્ફુરણાનું ઝરણું જે શિવજીના જટામાંથી ગંગાની નીરૂપે પ્રવાહ પ્રજવલિત છે. શિવને ત્રીજી નેત્ર છે. જેને ત્રિનેત્ર, ત્રિલોચન, ત્રીજી આંખ એ જ્ઞાન ચક્ષુ છે.

શિવજીનાં પુજન અર્ચન માટે શિવરાત્રી અને શ્રાવણ માસનું મહિમા અનન્ય છે. માત્ર "ઓમ નમ શિવાય" મંત્ર થી માનવ માત્રના દુખો દુર થાય છે. માનવી અન્યો સુખની પ્રાપ્તિ મેળવે છે. માટેજ આપણે સૌ એક બીજાને મહાદેવ બોલીએ ત્યારે મહાદેવ આપણને અનોખી ઉર્જા આપે છે. અને આપણે ઉર્જાનો સંચાર પણ કરીએ છીએ.

ઓમ ત્રમ્બકમ યજામહે સુગંધી પુષ્ટી વર્ધનમ। ઉર્વારૂકમીવ બંઘનાત મૃત્યુમોક્ષીયમામૃતાત ॥ || હર હર મહાદેવ ||