દેશમાં સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રે નવી હરિફાઈ, રિલાયન્સ જિયો દ્વારા સોળસો સેટેલાઈટ છોડાશે
-
દસમી ઓક્ટોબરે પ્રકાશિત વિશેષ ટેકનોલોજી અહેવાલ
-
ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં યોજના રજૂ કરાઈ
-
છ લાખથી વધુ ગામો સુધી પહોંચશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશ તીવ્ર ગતિથી ડિજિટલ ઈન્ડિયા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, ત્યારે હજુ પણ એવા અનેક દુર્ગમ વિસ્તારો છે જ્યાં પરંપરાગત મોબાઈલ નેટવર્ક કે ઈન્ટરનેટ પહોંચાડવું અત્યંત મુશ્કેલ છે. આવા અંતરિયાળ ગામડાઓ, ટાપુઓ, સમુદ્રી ક્ષેત્રો અને સરહદીય વિસ્તારોમાં સીધી સેટેલાઈટથી ઈન્ટરનેટની સુવિધા પુરી પાડવા માટે રિલાયન્સ જિયોએ અંદાજે 1,600 સેટેલાઈટ છોડવાની અને 23 ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાની એક વ્યાપક યોજના તૈયાર કરી છે. બીજી બાજુ, કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત સરકાર કોઈપણ સેક્ટરમાં કોઈ એક કંપનીની મોનોપોલી (ઈજારો) ને ક્યારેય મંજૂરી આપતી નથી.
અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્ક દ્વારા કેટલાક ઉદ્યોગપતિઓ તેમની કંપની સ્ટારલિંકના ભારત પ્રવેશમાં અવરોધો ઊભા કરી રહ્યા હોવાના આક્ષેપો મૂક્યા બાદ દેશમાં ફરી એક વખત સેટેલાઈટ ઈન્ટરનેટ અને તેના નિયમોની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ગઈ છે. સરકારે હાલમાં ઇલોન મસ્કની સ્ટારલિંક ઉપરાંત રિલાયન્સ ગ્રુપની જિયો અને ભારતી જૂથની યુલેટસેટ વનવેબ એમ તમામ મુખ્ય કંપનીઓને સેટેલાઈટ ઈન્ટરનેટ માટેના લાઇસન્સ આપ્યા છે, જ્યારે એમેઝોન પણ આ પ્રક્રિયામાં જોડાયેલું છે.
રિલાયન્સ જિયો દ્વારા ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2026 માં સેટેલાઈટ ઈન્ટરનેટ મારફત દેશના છેવાડાના વિસ્તારો સુધી કનેક્ટિવિટી પહોંચાડવાની આ યોજના રજૂ કરવામાં આવી હતી. જિયોના આ મહત્વાકાંક્ષી પ્લાનનો મુખ્ય આશય જમીન પરના મોબાઈલ અને ફાઈબર નેટવર્ક સાથે સેટેલાઈટ ઈન્ટરનેટને સાંકળવાનો છે. કંપનીની આ યોજના હેઠળ દેશના 6 લાખથી વધુ ગામો, દરિયાઈ ક્ષેત્રો તેમજ સરહદી ચોકીઓ સુધી નેટવર્ક પહોંચાડવાનું આયોજન રાખવામાં આવ્યું છે.
ડિજિટલ ક્રાંતિ અને સેટેલાઈટ ટેકનોલોજી