Loading Please Wait !!!
રાજકોટના ‘રસ્તા’ એટલે હાથપગ ભાંગવાનું ફાઈનલ !

  • વરસાડે ખુલ્લી પાડી શહેરના રસ્તાઓની હકીકત
  • શહેરના અનેક વિસ્તારોમાં રોડની હાલત ખરાબ, પ્રજા ત્રાહિમામ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં પડેલા વરસાદ બાદ રસ્તાઓની હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખાડાઓમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક સોસાયટી રોડ સુધી, જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જ નજરે પડે છે. ખાસ કરીને વરસાદ બાદ પાણી ભરાઈ જતા ખાડા દેખાતા નથી, જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક સ્થળોએ લોકો પડી જતા હાથ-પગમાં ઈજાઓ થયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

નાગરિકોનો આરોપ છે કે દર વર્ષે વરસાદ પહેલા રોડ રિપેરિંગના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદ પડતાં જ રસ્તાઓની ખરાબ હાલત સાંગ આવી જાય છે. લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શહેરવાસીઓએ મહાપાલિકાથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ખાડાઓને વહેલી તકે પૂરવા તેમજ રસ્તાઓની ગુણવત્તામાં સુધારો લાવવા અપીલ કરી છે. નર્ટીતર આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો અકસ્માતોની સંખ્યા વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.