રાજકોટમાં જુગારના દરોડા, મહિલા કોર્પોરેટરના પતિ સહિત 30 ઝડપયા
- ગાંધીગ્રામ અને તાલુકા પોલીસના જુગારના 4 દરોડા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના अन्वયે ગાંધીગ્રામ પોલીસે ગુલાબનગર, અક્ષરનગર અને જામનગર રોડ ઉપર દરોડો પાડી જુગાર રમતા ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિત ૪૩ની ધરપકડ કરી ૭૦ હજારની રોકડ કબ્જે કરી છે તેમજ તાલુકા પોલીસે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઈ ૧૫ હજારની રોકડ કબ્જે કરી છે.
રાજકોટના ગાંધીગ્રામ પોલીસે અક્ષરનગરમાં દરોડો પાડી જુગાર રમતા નિસુંજભાઈ સંતોષભાઈ સોલંકી, કમલેશગીરી અરવિંદગીરી ગોસાઈ, વિમલભાઈ મહેન્દ્રભાઈ જોશી, હરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા અને અમિતભાઈ પ્રેમરાજભાઈ ચૌધરીની ધરપકડ કરી રોકડા ૪૫ હજાર ફ્જ કર્યા છે જુગાર રમતા પકડાયેલા
અમિત ચૌધરી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ૧ના મહિલા કોર્પોરેટર સેજલબેન ચૌધરીના પતિ હોવાનું જાતવા મળ્યું છે આ ઉપરાંત ગુલાબનગરમાં બીજો દરોડો પાડી જુગાર રમતા જસુબેન ধીરૂભાઈ બહોફિયા, મુકેશ ભુપતભાઈ મજેઠીયા, દિલીપ ગોર્ધનભાઈ છનિયારા મેહુલ
કિશોરભાઈ હિરાણી, કુલદીપ દામજીભાઈ મશરૂ, પ્રદ્યુમનસિંહ નરવરસિંહ ઝાલા, સપનાબેન પરબતભાઈ ભરવાડ, તમન્ના સગીરભાઈ ચૌહાણ અને પાયલબેન ધર્મેન્દ્રભાઈ જાંબુડિયાની ધરપકડ કરી રોકડા ૧૫,૩૦૦ કબ્જે કર્યા છે જામનગર રોડ ઉપર ત્રીજો દરોડો પાડી
જુગાર રમતા જ્યોતિબેન પ્રવીણભાઈ રુગનાથ, નીલમબેન શૈલેષભાઈ અગ્રાવત, મુસ્કાનબેન ઈમરાનભાઈ ચાનીયા, સ્માબેન કાઠદભાઈ મકવાણા, પ્રશાંત રાજકુમારભાઈ જિનવાણી, વિશાલ રમેશભાઈ પંડ્યા, શૈલેષ ધીરુભાઈ બારીયા, બિલેશ ઘોધાભાઈ મકવાણા અને શૈલેષ ભુપતભાઈ અત્રાવતની ધરપકડ કરી રોકડા ૧૦,૫૩૦ ફ્જ કર્યા છે આ ઉપરાંત તાલુકા પોલીસે કાલાવડ રોડ ઉપર જાનકી કોમ્પ્લેક્સમાં દરોડો પાડી જુગાર રમતા હર્ષિલ કિશોરભાઈશાહ, પાર્થ અશોકભાઈ હિડોચા, સંકુલ નવીનભાઈ સિમેજીયા, પ્રતીક રમેશભાઈ ચાવડા, મિહિર કમલેશભાઈ સોલંકી, ગીત ભરતભાઈ દક્ષિણી અને રાજ ટલેહરામભાઈ ગિદલાણીની ધરપકડ કરી રોકડા ૧૫,૦૫૦ કબ્જે કર્યા છે.