રાજકોટના ધ્યેય ભૂવાએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મેળવ્યા 99.99 PR સાથે A1 ગ્રેડ
સિટી ન્યૂઝ@રાજકોટ : "રાજકોટના ધ્યેય ભૂવાએ ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં 99.99 પર્સન્ટાઈલ રેન્ક અને A1 ગ્રેડ સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શહેરનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.
ધ્યેયે તમામ વિષયોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ અદભૂત પરિણામ જાહેર થતા જ પરિવાર અને પડોશમાં ખુશીનો અનોખો માહોલ છવાઈ ગયો હતો; રિઝલ્ટ જોતા જ ધ્યેયના મમી નીતાબેન હિતેશભાઈ ભૂવા ભાવુક થઈને રડવા લાગ્યા હતા, જ્યારે પિતા હિતેશભાઈ ભૂવા પરિવારની જાણ થતાં ખુશ થઈ ગયા હતા.
પોતાની છેલ્લા ત્રણ મહિનાની સખત મહેનત, ધોળકિયા સ્કૂલ અને માતા-પિતાના શ્રેયથી મળેલી આ સિદ્ધિ બાદ હવે ધ્યેય CA પ્રોફેશનલ બનીને આગળ વધવાનું લક્ષ્ય ધરાવે છે."