રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ કરવા DEOનો આદેશ
શિક્ષણ વિભાગની મંજૂરી વિના 2 વર્ષથી સાડીના કારખાનામાં ધમધમતી સ્કૂલને રૂ.1 લાખનો દંડ, 250 વિદ્યાર્થીઓ રઝળી પડશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના પેડક રોડ પર સ્થળ ફેરફારની મંજૂરી વિના છેલ્લા ૨ વર્ષથી સાડીના કારખાનામાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરતી નાખતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ સ્કૂલ દ્વારા RTE હેઠળ અભ્યાસ કરતી ૨ વિદ્યાર્થી પાસે વધુ નાણા માંગવામાં આવતા હોવાના મામલા બાદ થયેલી તપાસમાં આખી સ્કૂલ જ સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમી રહી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ શિક્ષણ વિભાગ દ્વારા ૨ માસની લાંબી તપાસ પ્રક્રિયા બાદ હવે આ સ્કૂલને DEO દીક્ષિત પટેલ દ્વારા રૂ.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ૧૦ દિવસમાં સ્કૂલ બંધ કરવા આદેશ અપાયો છે. જોકે સંચાલકની ગંભીર ગેરસિતિના કારણે અહીં ભરાતા ધો.૧ થી ૮ ના ૨૫૦ બાળકો રઝળી પડ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી સામે સંચાલક ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ અપીલમાં ગયા છે અને જરૂર પડશે તો કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. હાલ તો આ સંચાલક અમારી ભૂલ થઈ ગઈ તેવું રટણ કરી રહ્યા છીએ પરંતુ હકીકત એ છે કે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની મંજૂરી વિના સ્થળ ફેરફાર કરતી ન્યૂ ફ્લોરા સ્કૂલને રૂ.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ સ્કૂલ ૧૦ સ્કૂલ સંચાલક ગુણવંતભાઈ લક્કડ દિવસમાં બંધ કરવા નોટિસ આપવામાં આવી છે. અહીં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ ના RTE ના ૪૦ જેટલા વિદ્યાર્થીઓને આસપાસની જાનગી શાળાઓમાં RTE હેઠળ ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની વ્યવસ્થા શાળા સંચાલકે કરવાની રહેશે.
ન્યૂ ફ્લોરા સ્કૂલના સંચાલક ગુણવંતભાઈ લક્કડે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગમાં જે નિયમમાં આવતું હશે એ કાર્યવાહી કરી છે. અમને શાળા બિલ્ડિંગ સ્થળ ફેરફારના નિયમોની ખબર નહોતી એટલે આવું થયું છે. અમે ગાંધીનગર અપીલમાં ગયા છીએ અને જરૂર પડશે તો અમે કોર્ટમાં પણ જશું. અહીં ધોરણ ૧ થી ૮ ના ૨૫૦ વિદ્યાર્થીઓ જેવા છે.
તેમણે જણાવ્યું હતું કે, અમારું જૂનું બિલ્ડિંગ હતું તેની બેન્કની મેટર ચાલતી હતી. જેથી ૨ વર્ષ પહેલાં દોર્યું હતું. જિલ્લા શિક્ષણ વિભાગે ઘણા બધા લાંબા ટાઈમિંગ નાટક કર્યા બાદ આજે એવા સમાચાર મળ્યા છે કે રૂ.૧ લાખનો દંડ અને સ્કૂલ બંધ કરવા માટેનો આદેશ આપ્યો છે. અહીં લગભગ ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સ્કૂલ બંધ થતા આર.ટી.ઈ.ના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં ખસેડવા માટેની પ્રક્રિયા ચાલુ કરી છે.
અહીં સવાલ એ ઊભો થાય કે વિપક્ષના વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે શું અંગરે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવાની ? શું આ વિસ્તારના જિલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કઈ કામ નથી કરતા? કેમ શિક્ષણ વિભાગ ઊઘતું રહ્યું? આવી રાજકોટમાં અનેક બોગસ અને ભૂતિયા સ્કૂલો ધમધમી રહી છે ત્યારે જિલ્લા શિક્ષણ તંત્રને કોઈ રજૂઆત કે ફરિયાદ મળે તો તેની રાહ જોઈને બેસે છે.સવાલ અર્થાંઆ એ થાય છે સ્કૂલ ઉપર કાર્યવાહી તો કરી પણ આમાં અભ્યાસ કરતા ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓનું એનું ભવિષ્ય શું?
તેમણે અંતમાં જણાવ્યું હતું કે, માત્ર એક સ્કૂલ ઉપર કાર્યવાહીથી અમે સંતોષ નથી માનવાના. આગામી સમયમાં ૧૦ થી વધુ આવી ભૂતિયા સ્કૂલો લાવવાના છીએ અને જે ભૂતકાળની રજૂઆતો આ સ્કૂલ સાથે કરી હતી એ સ્કૂલ પાસેથી અનેક કટકી કાંડ અને એમોનો મામલો રફેક્ડે કર્યો છે. જેથી અમારી માંગ છે કે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પણ જોવામાં આવે અને અન્ય આવી રાજકોટમાં ધમધમી સ્કૂલો હોય તેની ઉપર તાકીદે કાર્યવાહી કડક કરવામાં આવે.