Loading Please Wait !!!
ઈન્ફીનીટી લેડીઝ ક્લબ રાજકોટ-પેસીફીક જ્વેલર્સ દ્વારા કુકિંગ સ્પર્ધાનું આયોજન

સિટી ન્યૂઝ @ રાજકોટ

ઈન્ફીનીટી લેડીઝ ક્લબ દ્વારા પેસીફીક જ્વેલર્સના સહયોગથી ઓપન રાજકોટ કુકિંગ કોમ્પીટીશનનું આયોજન તા. ૨૨-૦૮ - ૨૦૨૬ શનિવારના રોજ બપોરે ૩-૦૦ વાગ્યાથી હોટલ નોવા, ગીરનાર સિનેમાં પાસે ફૂલબાગ ચોક ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૨ કેટેગરી (૧) સ્ટારર (૨) મીઠાઈ (પણ લીકવીડ નહીં) રાખવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઇચ્છુક મહિલાઓ બંનેમાંથી કોઈ એક અથવા બંનેમાં ભાગ લઈ શકે છે.. આ બંને ડીશ ઘરેથી તૈયાર કરી લઈ આવવાની રહેશે. તેમજ સ્થળ ઉપર ૧૦ મીનીટનું પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ સ્પર્ધામાં એક કેટેગરીની ફી રૂ. ૨૦૦/- રાખવામાં આવેલ છે. જે મહિલાઓને કુકિંગમાં ભાગ નથી લેવો એગના માટે ખાસ ૧ મીનીટ પાણીપૂરી ખાવાની સ્પર્ધા અને ગેમનું આયોજન પણ રાખવામાં આવ્યું જેની ફી પણ રૂ. ૨૦૦/- રાખવામાં આવેલ છે. આ સ્પર્ધામાં નામ નોંધાવવાની છેલ્લી તારીખ ૨૦-૦૯-૨૦૨૬ છે. આપ નામ નોંધાવા તેમજ વધુ માહિતી માટે હિર રાણપરા ૯૦૩૩૩૩૩૦૦૮, રચના રૂપારેલ ૮૯૮૦૬ ૬૯૯૫૭ માં સંપર્ક કરવાનો રહેશે.

આ આયોજનના મેઈન સ્પોન્સર સ્પૅસિફિક જ્વેલર્સ જેની રાજકોટમાં ૨ બ્રાંચ છે. ૧ એસ્ટ્રોન ચોક રોડ, બીજી બ્રાંચ શોપ નં. ૭ સુનીટી પ્લસ, અંબીકા ટાઉનશીપ રોડ પર આવેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ મહિલાઓને ધનુષ ટેટુ તરફથી ટેમ્પરરી શ્રી ટેટુ કરી આપવામાં આવશે. ભગવતી ગ્રુપ દ્વારા ચણાનો લોટ પેકેટ અને મસાલો નેન્સી ગૃહ ઉદ્યોગ તરફથી પાપડ, અથાણું, હિંગ તથા H2O હાઈજીન અને વેલકેટર તરફથી પીટીધડ પેન્ટી, ઓમ રકીન કલીનીક તરફથી ફ્રી કન્સલ્ટીંગ, સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી હેલ્થ ચેકઅપ તથા ફિપ્લેશ હોમ કેર કેમીકલ તરફથી સ્વોર કીટ આપવામાં આવશે.

સાથે સાથે સ્પર્ધામાં બધા જ વિજેતાઓને ઉર્મીયા મોબાઇલ, VNS પર્શુમ, વિકાસ નોનસ્ટીક, ભગવતી સુપ, વાઈવા કોસ્મેટીક, વાઈટલ સ્ક્રીન કેર કલીનીક, ફાતેમાબેન ભારમલ, કૃતિવ આર્ટ સ્ટુડિયો, ઓમ સ્ક્રીન કલીનીક, ફિપ્લેશ હોમ કેર, શ્રીજી ટ્રોફી અશ્વિનભાઈ ચંદારાના તરફથી ટ્રોફી ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.આ આયોજનની માહિતી આપવા ઈન્ફીનીટી લેડીઝ ક્લબના આયોજકો રચના રૂપારેલ, હીર રાણપરા, નીભી લાખાણી, દીવ્યા દત્થાણી, એ મુલાકાત લઈ યાદીમાં જણાવ્યું હતું.