Loading Please Wait !!!
પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા ઉપર 10% ડિસ્કાઉન્ટ

  • રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં રક્ષાબંધન નિમિત્તે વિશેષ કાઉન્ટર શરૂ
  • રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં કોઈપણ ટોકન કે લાઇન વિના સીધું બુકિંગ કરાશે
સિટી ન્યૂઝ@રાજકોટ

આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા નાગરિકો માટે વિશેષ પ્રજાલક્ષી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

દેશ કે વિદેશમાં વસતા ભાઈઓ સુધી બહેનો દ્વારા મોકલવામાં આવતી રાખડી સમયસર અને સરળતાથી પહોંચી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા ખાસ આયોજન હાથ ધરમાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં રક્ષાબંધન નિમિત્તે વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ ટોકન કે લાઇન વિના સીધું રાખડીનું બુકિંગ કરવામાં આવશે. આવતીકાલથી સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર ૧૦% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

સિનિયર પોસ્ટ માસ્તર કે. એસ.

શુક્લાના જણાવ્યા મુજબ, બહેનોને રાખડી મોકલવામાં કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો કરવો પડે નહીં તે માટે આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પોસ્ટ ઓફિસમાં ટોકન લઈને લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે, પરંતુ રક્ષાબંધન નિમિત્તે હેડ પોસ્ટ ઓફિસ ખાતે સ્પેશિયલ કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ કાઉન્ટર પર બહેનો કોઈપણ પ્રકારનું ટોકન લીધા વગર કે લાંબી લાઈનમાં ઉભા રહ્યા વગર સીધું જ બુકિંગ કરાવી શકશે. રાષ્ટ્રીય

તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રાખડી મોકલવા માટે આ કાઉન્ટરની સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

પોસ્ટ વિભાગ દ્વારા સાદી ટપાલથી રાખડી મોકલતા લોકો માટે પણ એક વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ માટે વિશેષ રેડ કલરના કવર અને થેલીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સાદી ટપાલ ક્ષેત્રવાર અલગ તારવી સંબંધિત જિલ્લાના મુખ્ય કેન્દ્ર પર મોકલવામાં આવશે.

જેથી વચ્ચે કોઈ સોર્ટીંગ કે પ્રોસેસિંગનો વિલંબ થાય નહીં અને રાખડી સીધી જ વિતરણ માટે પહોંચી જાય. આનાથી સાદી ટપાલ પણ વિના વિલંબે સમયસર પહોંચી શકશે.

વધુમાં તેમણે જણાવ્યું છે, કેન્દ્ર સરકાર અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમ વખત રાખડી મોકલતી બહેનો માટે ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. ૧૨ ઓગસ્ટ એટલે કે बुधवारથી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવતી રાખડી પર પોસ્ટલ ચાર્જમાં ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જાતની કુરિયર સેવાઓ પહોંચી ન શક્તી હોય તેવા અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાહવાનો ભારતીય ટપાલનો દાવો છે, જેથી તમામ બહેનોને આ સરાહનીય સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે સિનિયર પોસ્ટ માસ્તર કે.એસ. શુક્લાએ અપિલ કરી છે.