Loading Please Wait !!!
નવી દિલ્હીમાં ભાજપ પદાધિકારીઓની પ્રથમ બેઠક: ગુજરાતમાંથી જગદીશ વિશ્વકર્મા-હર્ષ સંઘવી હાજર

 

  • નિતીન નબીનની નવી ટીમની રચના બાદ પદાધિકારીઓની પ્રથમ પરિષદ

  • ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી બેઠકમાં જોડાયા

  • તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો અને મહામંત્રીઓને વિશેષ આમંત્રણ અપાયું

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનની નવી સંગઠનાત્મક ટીમની રચના બાદ આજે નવી દિલ્હી સ્થિત પક્ષના મુખ્ય કાર્યાલય ખાતે નવનિયુક્ત પદાધિકારીઓની પ્રથમ ઔપચારિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠનને રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સહભાગી થવા માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. જગદીશ વિશ્વકર્મા તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રીતે નવી દિલ્હી પહોંચ્યા છે અને સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.

આ સંમેલનમાં દેશભરના તમામ રાજ્યોના ભાજપ પ્રદેશ પ્રમુખો તેમજ સંગઠન મહામંત્રીઓને વિશેષ નિમંત્રણ પાઠવીને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. સવારના સત્રમાં યોજાનારી આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાં સંગઠનની કામગીરી અને રાજકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે.

બેઠક બાદ આગામી 17 September ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશવ્યાપી સ્તરે ભવ્ય ઉજવણી કરવા માટેના વિશેષ સેવાકીય અને સામાજિક આયોજનો અંગે અલગથી ચર્ચા કરવામાં આવશે. ગુજરાત ભાજપના બંને અગ્રણી નેતાઓ આ આયોજન બેઠકમાં પણ સક્રિયપણે સામેલ રહેશે.

આજનો સમગ્ર દિવસ રાષ્ટ્રીય ભાજપ માટે સંગઠનાત્મક ગતિવિધિઓથી ભરચક રહેવાનો છે. સાંજના સત્રમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીન પોતાની નવી ટીમ સાથે અલગ બેઠક યોજીને આગામી સમયના દેશવ્યાપી કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી રણનીતિની રૂપરેખા આખરી કરશે.

દિલ્હીમાં ભાજપના નવનિયુક્ત પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનની નવી ટીમની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ છે. જેમાં ગુજરાતમાંથી જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા છે. દેશભરના પ્રદેશ પ્રમુખો અને મહામંત્રીઓની હાજરીમાં 17 September ના રોજ PM મોદીના જન્મદિવસની દેશવ્યાપી ઉજવણી અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમોનું વિસ્તૃત આયોજન નક્કી કરવામાં આવશે.