Loading Please Wait !!!
દિલ્હી એરપોર્ટ પર ભયાનક વાવાઝોડું, એર ઇન્ડિયાના 3 વિમાનો ક્ષતિગ્રસ્ત

  • 70 કિમીની ઝડપે ફૂંકાયેલી પ્રચંડ આંધીથી ગ્રાઉન્ડ ઉપકરણો ફંગોળાયા, ટર્મિનલ 2 પર મચ્યો મોટો ખળભળાટ
  • ATC ની ચેતવણી વિના જ ત્રાટકેલા ભયાનક વાવાઝોડાએ એરપોર્ટ પર સર્જી ભારે તબાહી અને નુકસાની
  • 70 કિમીની ઝડપે પવન ફૂંકાતા મજબૂત લોક તૂટ્યા, ગ્રાઉન્ડ સપોર્ટ ઉપકરણો વિમાનો સાથે ધડાકાભેર અથડાયા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભારતમાં નૈઋત્ય ચોમાસાના આક્રમક આગમન સાથે તે પૂરપાટ ઝડપે આગળ ધપી રહ્યું છે. પરંતુ આ ચોમાસાની સાથે ઉત્તર ભારતના ભાગોમાં અચાનક આંધી અને વાવાઝોડાએ ભારે કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં સાંજના સમયે અચાનક 70 કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપે ફૂંકાયેલી પ્રચંડ આંધીએ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈ-વોલ્ટેજ તબાહી મચાવી દીધી છે. આ ખતરનાક તોફાનને કારણે એર ઇન્ડિયાના 3 કદાવર વિમાનો અત્યંત ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થતા તેમને તાત્કાલિક અસરથી ઓપરેશનમાંથી સરેઆમ હટાવી દેવામાં આવ્યા છે.

આ સનસનાટીભરી ઘટનાની વિગતો મુજબ, દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 2 પર એર ઇન્ડિયાના વિમાનો પાર્ક કરેલા હતા. આ વિમાનોની બરાબર બાજુમાં ગ્રાઉન્ડ સપોર્ટ માટેના ભારેખમ ઉપકરણો મૂકવામાં આવ્યા હતા. સાંજે અચાનક 70 કિમીની આંધી ફૂંકાતા આ ઉપકરણો હવામાં પત્તાના મહેલની જેમ ફંગોળાયા હતા અને સીધા જ પાર્ક કરેલા વિમાનો સાથે ધડાકાભેર ટકરાયા હતા. આ પ્રચંડ ટક્કરથી 3 વિમાનોને મોટું અને ભયાનક નુકસાન પહોંચ્યું હતું. મુસાફરોના જીવ પરનું જોખમ ટાળવા અને સુરક્ષાના અત્યંત કડક કારણોસર આ ત્રણેય ક્ષતિગ્રસ્ત વિમાનોને તાત્કાલિક ઉડાનમાંથી રદ કરી સાઈડ પર ધકેલી દેવાયા હતા.

આ હાઈ-વોલ્ટેજ દુર્ઘટના પાછળ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ની એક મોટી અને ગંભીર બેદરકારી સામે આવી છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવામાનના અચાનક પલટા અને આ ભયાનક આંધી વિશે ATC દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફને કોઈપણ પ્રકારની આગોતરી ચેતવણી જારી કરવામાં આવી ન હતી. ચેતવણીના અભાવે ગ્રાઉન્ડ સ્ટાફને પૂર્વતૈયારી કરવાનો કે ઉપકરણો હટાવવાનો કોઈ મોકો જ મળ્યો ન હતો. આંધી એટલી ભયાનક હતી કે સુરક્ષા માટે લગાવેલા ગ્રાઉન્ડ ઉપકરણોના મજબૂત લોક પણ સરેઆમ તૂટી ગયા હતા અને તે પવનમાં ફંગોળાઈને વિમાનો સાથે ટકરાતા કરોડો રૂપિયાનો મોટો ફટકો પડ્યો છે.

ATC ની ગંભીર બેદરકારીથી સર્જાઈ ભયાનક તબાહી

દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલી આ ઘટના માટે સ્પષ્ટપણે ATC ની ગંભીર બેદરકારી જવાબદાર છે. 70 કિલોમીટરની પ્રચંડ ઝડપે ફૂંકાયેલી આંધીની જો આગોતરી જાણ કરવામાં આવી હોત, તો ગ્રાઉન્ડ સ્ટાફ મજબૂત તૈયારી કરી શક્યો હોત. સમયસર ચેતવણી ન મળવાના કારણે જ ગ્રાઉન્ડ સપોર્ટ ઉપકરણો હવામાં ફંગોળાયા અને એર ઇન્ડિયાના 3 વિમાનોનો સરેઆમ કચ્ચરઘાણ નીકળી ગયો.