સસરા-પતિની હદ પાર વહુ સાથે અશ્લીલ હરકતોનો ચોંકાવનારો ખુલાસો
- પૂર્વ જેલ અધિકારી સસરા પર ગંભીર આરોપ
- પતિ પોર્ન બતાવતો, સસરા હિડન કેમેરાથી ન્હતા-કપડા બદલતા વીડિયો લેતોઃ પતિ સસરા સામે FIR
સિટી ન્યૂઝ@અમદાવાદ : અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ નિરવ અને પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ રહેલા સસરા અરવિંદ અને સાસુ મીનાબેન વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, સસરાએ તેની પાસે અશ્લીલ માગ કરી હતી. સાથે જ હિડન કેમેરાથી નહાતા અને કપડાં બદલતા વીડિયો બનાવતા હતાં. સાથે જ ખુંખાર કેદીઓથી ગાયબ કરવાની ધમકી આપવાની સાથે બાહુપાશમાં ઝકડી લેતા હતાં. તો પતિ પણ દારૂ, કોલગર્લ્સ અને અન્ય મહિલાઓ સાથેના સંબંધોને લઈને ત્રાસ આપતો હતો. રાણીપ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહિલાના જણાવ્યા મુજબ, શરૂઆતના સાત વર્ષ સુધી તેનું લગ્નજીવન ભારે સંઘર્ષભર્યું રહ્યું હતું. પતિ નિરવ અવારનવાર મિત્રો સાથે દારૂ અને નોનવેજ પાર્ટીઓ કરતો હતો અને મહિલાને પણ તેમાં જોડાવા દબાણ કરતો હતો. મહિલાને આવી પાર્ટીઓ પસંદ ન હોવા છતાં પતિ તેને ફેશનેબલ બનવા માટે દબાણ કરતો હતો. સાસરીયાઓએ તેને ભણવા અને સરકારી નોકરી મેળવવા બાબતે પણ રોકટોક કરી હતી અને કહેતા હતા કે, તારે આખી જિંદગી રસોડામાં જ કાઢવાની છે.
સસરા વિરુદ્ધ જેલમાં નાણાની ઉચાપતનો કેસ થતા તેમને છોડાવવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘરમાં દારૂ અને નોનવેજ પાર્ટીઓ વધી ગઈ હતી અને પતિએ ઘરમાં જ દારૂનું વેચાણ શરૂ કરી દીધું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પતિ તેને તેના દેખાવ અંગે અપમાનિત કરતો હતો અને જબરદસ્તી પોર્ન ફિલ્મો બતાવી બાદમાં શરીર સંબંધ બાંધતો હતો.
એક દિવસ પતિ દારૂ પીને ઘરે આવતા મહિલાએ તેનો મોબાઈલ તપાસ્યો હતો, જેમાં કોલગર્લ્સના ફોટા, પ્રેમિકા સાથેના ચેટ અને ફોટોગ્રાફ્સ જોવા મળ્યા હતા. પતિની પ્રેમિકા અલગ-અલગ ફ્લેવરની કેક લઈને ઘેર આવતી હતી અને છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હતું.
મહિલાના જણાવ્યા મુજબ, સસરા તેને કહેતા હતા કે તું મને બહુ ગમે છે અને ઘરમાં લગાવેલા સીસીટીવી તથા રૂમમાં હિડન કેમેરાથી તેના કપડા બદલતા અને નહાતા વીડિયો હોવાનો દાવો કરતા હતા. એટલું જ નહીં, સસરાએ તેને બાહુપાશમાં ઝકડી લેતા મહિલાએ બુમાબુમ કરતા છોડી દીધી હતી. સાથે જ સીડીમાં ઓઈલ ઢોળી તેને અને બાળકોને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ છે. સાસરીયાના સતત ત્રાસથી કંટાળી આખરે પરિણીતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.