Loading Please Wait !!!
લગ્ન વિના 30 વર્ષનું જીવન હવે પ્રેમ માટે હાઇકોર્ટમાં જંગ

  • વૃદ્ધને બહેને પોતાના કબજામાં લઇ લેતાં પ્રેમિકાએ 60 વર્ષીય પાર્ટનરને મળવા લડી રહી છે જંગ

સિટી ન્યૂઝ@અમદાવાદ : વર્ષ 1996થી શરૂ થયેલી 30 વર્ષની રિલેશનશિપ અને વિના લગ્ને સંતાને એક બાળક... પુરુષ અને મહિલા બંને પાર્ટનરને હાલ એકબીજા સાથે રહેવું છે, પરંતુ આડખીલી રૂપ બની રહી છે પુરુષ પાર્ટનરની બહેન.... અમદાવાદનો કંઈક આવો જ કિસ્સો હાલ ગુજરાત હાઈકોર્ટે પહોંચતા ચર્ચામાં આવ્યો છે. જ્યાં 30-30 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ અને વિના લગ્નએ સંતાને એક બાળક થયા બાદ હવે ફરી એકવાર એ જ 60 વર્ષિય પુરુષ પાર્ટનરને પામવા મહિલાએ હાઈકોર્ટેના દ્વાર ખખડાવ્યા પડ્યા છે.

વિગેત વાત કરીએ તો, અમદાવાદમાં પ્રેમ-પ્રકરણનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 60 વર્ષીય વૃદ્ધને લઈને તેમની મહિલા પાર્ટનરે હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી છે. અરજી ઉલ્લેખ મુજબ, અરજદાર મહિલા અને કૉર્પસ તરીકે દર્શાવાયેલા વૃદ્ધ વર્ષ 1996થી એટલે કે છેલ્લા 30 વર્ષથી રિલેશનશિપમાં છે. બંને કાયદેસર લગ્ન કર્યા વિના લાંબા સમયથી અમદાવાદમાં સાથે રહેતા હતા અને તેમને એક પુત્ર પણ છે. જોકે હાલ આ વૃદ્ધને તેની બહેને કબજામાં કરી મળવા ન દેતી હોવાના આરોપો સાથે મહિલા કોર્ટે પહોંચી છે.

વૃદ્ધની 60 વર્ષીય મહિલા પાર્ટનરે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી આરોપ લગાવ્યો છે કે, તેના પાર્ટનરને તેની બહેને નશાકારક પદાર્થો આપીને પોતાના કબ્જામાં રાખી રહ્યા છે અને તેને મળવા દેવામાં આવતા નથી. અરજી મુજબ વૃદ્ધની બહેનેતબિયત ખરાબ હોવાનું કહી તેમને ગાંધીનગર સ્થિત ઘરે બોલાવ્યા હતા. ત્યાર બાદ ફેબ્રુઆરી 2026થી વૃદ્ધ અરજદારના સંપર્કમાં રહ્યા નથી. વૃદ્ધની સારવાર અમદાવાદમાં ચાલી રહી હોવા છતાં તેની બહેન અરજદારને મળવા દેતી ન હોવાનું પણ અરજીમાં ઉલ્લેખાયું છે.

આટલું જ નહીં, આ મામલે અરજદાર મહિલાએ સ્થાનિક PI તેમજ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જેથી આ મહિલા દ્વારા અંતે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

હેબિયર્સ કોર્પસ દાખલ થયા બાદ હાઇકોર્ટેમાં સુનાવણી દરમિયાન વૃદ્ધને રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ અસ્વસ્થ હાલતમાં દેખાતા હતા. જોકે કોર્ટ સમક્ષ વૃદ્ધે પોતાની મહિલા પાર્ટનર સાથે રહેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તો બીજી તરફ વૃદ્ધની બહેને કોર્ટમાં દલીલ કરી હતી કે, તેના ભાઈની મહિલા પાર્ટનરની નજર પરિવારની સંપત્તિ ઉપર છે.