Loading Please Wait !!!
ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદથી માર્ગો બંધ, પ્રવાસીઓ ફસાયા!

 

  • ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્યોમાં પણ વરસાદી દોર જારી રહ્યો છે.

  • આસામના ૧૪ જિલ્લામાં ૧.૬ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

  • રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્તો માટે સ્થળાંતર અને રાહત કામગીરી ચાલુ છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, ગુજરાતમાં મેઘરાજાએ બ્રેક લીધો છે છતાં દેશના અનેક રાજ્યોમાં મેઘપ્રકોપની હાલત પ્રવર્તી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદથી માર્ગો બંધ થવા સાથે યાત્રાળુઓ અને પ્રવાસીઓ ફસાયા છે. કેદારનાથ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને કાટમાળ રસ્તા પર આવી જતા માર્ગો બંધ થઈ ગયા છે. આસામમાં હજુ પણ પૂરની ભયાનક પરિસ્થિતિ યથાવત છે અને મૃત્યુઆંક ૯૫ પર પહોંચી ગયો છે, જ્યારે ૧૪ જિલ્લામાં ૧.૬ લાખ લોકો પ્રભાવિત થયા છે.

દરમિયાન, ચાલુ વર્ષના ચોમાસાએ સાબિત કરી દીધું છે કે તે માત્ર વૈશ્વિક પેટર્ન પર જ નિર્ભર નથી. અલ-નિનો જેવી નેગેટિવ પરિસ્થિતિઓ છતાં લોકલ સિસ્ટમના જોરે મોટાભાગના રાજ્યોમાં સારો વરસાદ થયો છે, જેને કારણે હવામાન નિષ્ણાતો મોનસુનને 'મેઇડ ઇન ઇન્ડિયા' ગણાવવા લાગ્યા છે.

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, જૂનની મોટી ખાધ જુલાઈના વરસાદમાં ઘણા અંશે પૂર્ણ થઈ છે, છતાં હજુ પણ દેશમાં ૧૧.૮ ટકાની ખાધ પ્રવર્તે છે અને અત્યાર સુધીમાં સરેરાશ ૪૨૪.૯ મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન અને આપત્તિ વ્યવસ્થાપન

કુદરતી આપત્તિઓ અને બદલાતા મોસમી પ્રવાહો સામે સમયસર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવી એ નાગરિક સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે.