Loading Please Wait !!!
ગુજરાતમાં ગરમી 147 વર્ષનો રેકોર્ડ તોડશે

  • મે મહિનામાં અકલ્પનીય ગરમી પડશે : અંબાલાલ
સિટી ન્યૂઝ@ગાંધીનગર : ગુજરાતમાં હવે ભીષણ ગરમી પડવાની છે. 147 વર્ષ બાદ ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ તૂટવાનો છે તેવી ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ, ગુજરાતમાં ગરમી વર્ષો જૂના રેકોર્ડ તોડશે. 6 મે બાદ આકાશમાંથી અગનગોળા વરસશે.

ગુજરાતમાં ગરમીનો પ્રચંડ વિસ્ફોટ થવાનો છે. આગામી દિવસોમાં ગુજરાત 'ભઠ્ઠી' ની જેમ શેકાશે. અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ અનુસાર, આ વર્ષે ગરમી 147 વર્ષના તમામ રેકોર્ડ તોડી શકે છે. વર્ષ 1912 માં આવી ભયાનક ગરમી પડી હતી. આ વર્ષમાં ગરમીનો પારો 47 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે ફરી એકવાર એ જ દિવસો આવવાના છે. 

અંબાલાલની આગાહી મુજબ, અમદાવાદ અને વડોદરા સહિતના મધ્ય ઝોનમાં અકલ્પનીય ગરમી પડવાની શક્યતા છે. 6 મે પછી ગરમીના પારામાં આક્રમક વધારો થશે, લૂના પવનો ફૂંકાશે. આ દિવસોમાં 'લૂ' લાગવાના કેસમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. ગરમીની વચ્ચે જ 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે.   

મે મહિનાની શરૂઆત સાથે દેશભરમાં ભીષણ ગરમીની આગાહી આવી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરાયું છે. દેશનું સૌથી વધુ તાપમાન મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં નોંધાયું છે. 44.6 ડિગ્રી સાથે ચંદ્રપુર દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અમદાવાદમાં ભીષણ ગરમી પડે. હજી પણ હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી કરાઈ છે. તાપમાન 44થી 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. 
વધતી ગરમીને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ કહ્યું કે, જુદા જુદા નોન AC વોર્ડમાં 40 થી વધુ કુલર મુકવામાં આવ્યા છે. 8 બેડનો હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ફરતી પાણીની પરબ મુકવામાં આવી. જોકે અત્યાર સુધી હિટસ્ટ્રોકનો એક પણ દર્દી વોર્ડમાં દાખલ નહિ થયો. આવતા વર્ષે 1200 બેડની સમગ્ર હોસ્પિટલને AC હોસ્પિટલ બનશે. આવતા વર્ષે એક પણ વોર્ડ AC વિનાનો નહી રહે.
રાજકોટમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો

  • રાજકોટમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
  • ત્રીજા-ચોથા અઠવાડિયે માથું ફાડી નાખે તેવી ગરમી અનુભવાશે
રાજ્યમાં ફરી અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટા ભાગના શહેરમાં ગરમીનુ જોર વધ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. 10 શહેરમાં તાપમાન તો 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હજુ પણ ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે.
રાજ્યમાં મેં મહિનામાં તાપમાન મહત્તમ કરતા ઊંચું રહેશે. મોટા ભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં 43.3 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી ગરમ રહ્યું હતું. મે મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અમદાવાદમાં પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચતાં માથું ફાડી નાખે તેવી ગરમી અનુભવાશે.
ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજું ફરી એકવાર તેજ બન્યું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સુધી પહોંચી જતા અમદાવાદીઓ આકરા તાપમાં શેકાઈ ગયા છે. બપોરના સમયે રસ્તાઓ પર ઓછી અવરજવર જોવા મળી રહી છે, જ્યારે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
પવનની દિશા બદલાતા રાજ્યના નાગરિકોને અસહ્ય ગરમીથી રાહત મળશે. પરંતુ 48 કલાક સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળવાનો નથી. અત્યારે પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનોના કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના ઓછામાં ઓછા 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. જે મે મહિનાની શરૂઆતમાં જ ગંભીર ગરમીની સ્થિતિ દર્શાવે છે. આ સાથે ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.