Loading Please Wait !!!
ગાંધીનગરમાં ચૂંટણીનો જંગ જામ્યો: જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર, હવે મેદાને પડશે ‘મહારથીઓ’

 

  • ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ; 26 એપ્રિલે નક્કી થશે ગાંધીનગરનું ભવિષ્ય

  •  AAP ની એન્ટ્રીથી બદલાશે સમીકરણો? જુઓ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ

  • 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયત માટે 26 એપ્રિલે મતદાન; 28મીએ આવશે ‘જનતાનો ચુકાદો’

    ગાંધીનગર: ગુજરાતમાં આગામી ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગાંધીનગર જિલ્લામાં રાજકીય માહોલ સંપૂર્ણપણે ગરમાયો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસની પરંપરાગત લડાઈમાં આમ આદમી પાર્ટી (AAP) એ પણ મજબૂત હાજરી નોંધાવી હોવાથી ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

    ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, ગાંધીનગર સહિત રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતો માટે ૨૬મી એપ્રિલે મતદાન યોજાશે. મંગળવારે ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ગાંધીનગર જિલ્લામાં ગ્રામીણ મતદારો નિર્ણાયક ભૂમિકામાં હોવાથી પક્ષોએ સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિગત પ્રભુત્વને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી છે.

    કોણ મારશે મેદાન? ગાંધીનગર જિલ્લા પંચાયત પર સત્તા જાળવી રાખવા ભાજપે આક્રમક પ્રચાર રણનીતિ ઘડી છે, જ્યારે કોંગ્રેસે સ્થાનિક પ્રશ્નો અને ખેડૂતોના મુદ્દાઓને હથિયાર બનાવ્યા છે. બીજી તરફ, ‘આપ’ ના ઉમેદવારોએ ત્રીજા વિકલ્પ તરીકે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મુદ્દે વોટ માંગવાનું શરૂ કર્યું છે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા જ હવે ડોર-ટુ-ડોર પ્રચાર અને સોશિયલ મીડિયા વોર તેજ બનશે.