Loading Please Wait !!!
ઈંધણ, રાશન અને ખાણીપીણીની ચીજો બાદ હવે બાળકોના ભણતર પર પણ મોંઘવારીની મોટી અસર પડી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ નોટબુક, ચોપડા, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બોટલ, પેન અને પેન્સિલ સહિતની સ્ટેશનરીના ભાવમાં 10%થી 25% સુધીનો તોતિંગ વધારો થયો છે. આ વધારાના કારણે વાલીઓએ હવે દરેક વસ્તુ પાછળ સરેરાશ 50થી 200 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. જો કોઈ વાલી પોતાના બાળક માટે આવી માત્ર પાંચ વસ્તુઓ પણ ખરીદે, તો તેમનું બજેટ સીધું 1,000 રૂપિયા જેટલું વધી જાય છે, જેના કારણે સામાન્ય પરિવારો માટે શિક્ષણનો ખર્ચ ઉઠાવવો ભારે પડી રહ્યો છે. પ્લાસ્ટિક અને કાગળના ભાવ વધતા મુશ્કેલી વધી અમદાવાદના સ્ટેશનરી બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, દુનિયાભરમાં ચાલી રહેલા તણાવને કારણે પ્લાસ્ટિકના ભાવમાં 25% જેટલો વધારો થયો છે. આ કારણે પ્લાસ્ટિકમાંથી બનતા લંચ બોક્સ, વોટર બોટલ અને કંપાસ બોક્સ ખૂબ મોંઘા થઈ ગયા છે. આ સિવાય પુસ્તકો પર ચડાવવામાં આવતા પ્લાસ્ટિક કવરના ભાવમાં 40% અને ખાખી કવરના ભાવમાં 25%નો વધારો ઝીંકાયો છે. બીજી તરફ, કાગળની કિંમતો વધવાના કારણે નોટબુક અને ચોપડાના ભાવ પણ 10% જેટલા વધી ગયા છે, જેના લીધે વાલીઓ પર આર્થિક બોજો વધ્યો છે. મોંઘવારી પાછળ કરન્સી કનેક્શન સૂત્રોના જણાવ્યા મુજબ, સ્ટેશનરીની કેટલીક ફેન્સી વસ્તુઓ તેમજ કાચો માલ-સામાન ચીનથી આવે છે. બાદમાં દિલ્હી, મુંબઈ થઈને અમદાવાદ આવે છે. ત્યારે ચીનના યુઆન સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ગગડતું હોવાથી ત્યાંથી આવતી વસ્તુઓ મોંઘી થઈ રહી છે. આ પણ વાંચો: અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી ગુજરાતમાં સ્ટેશનરીની 4,000 દુકાનોને તાળા લાગી ગયા આજકાલ મોટા ભાગે શાળાઓમાંથી જ ફરજિયાત બાળકોને પુસ્તકો સહિતની સ્ટેશનરી કિટ આપી દેવાય છે અથવા તો નક્કી દુકાનમાંથી ખરીદીની ફરજ પડાય છે. જેથી સ્ટેશનરી બજારનો ધંધો પડી ભાંગ્યો છે. ફેડરેશન ઓફ બૂક્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ સ્ટેશનરીની દુકાનોની સંખ્યા 12,000થી ઘટીને 8,000 થઈ ગઈ છે, એટલે 4,000 દુકાનોને કાયમ માટે તાળા વાગી ગયા છે.

  • નોટબુક, લંચ બોક્સ અને કંપાસ પાછળ વાલીઓએ વધુ રૂપિયા ખર્ચવા પડશે, સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું
  • લંચ બોક્સ અને વોટર બોટલ મોંઘા થયા, પુસ્તકોના પ્લાસ્ટિક કવરમાં 40% અને ખાખી કવરમાં 25%નો વધારો
  • ચીનથી મુંબઈ-દિલ્હી થઈને અમદાવાદ આવતી ફેન્સી આઈટમોના ભાવ આસમાને પહોંચ્યા

સિટી ન્યુઝ @ @ અમદાવાદ: ઈંધણ, રાશન અને ખાણીપીણીની ચીજોના ભાવ વધારા બાદ હવે બાળકોના ભણતર પર પણ મોંઘવારીની મોટી અસર પડી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ નોટબુક, ચોપડા, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બોટલ, પેન અને પેન્સિલ સહિતની તમામ સ્ટેશનરીના ભાવમાં 10% થી લઈને 25% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ આકરા વધારાના કારણે વાલીઓએ હવે સ્ટેશનરીની દરેક વસ્તુ પાછળ સરેરાશ 50 થી 200 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. જો કોઈ વાલી પોતાના બાળક માટે આવી માત્ર પાંચ સામાન્ય વસ્તુઓ પણ ખરીદે, તો તેમનું બજેટ સીધું 1,000 રૂપિયા જેટલું વધી જાય છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે બાળકોના શિક્ષણનો મૂળભૂત ખર્ચ ઉઠાવવો પણ ભારે પડી રહ્યો છે.

અમદાવાદના સ્ટેશનરી બજારના અગ્રણી વેપારીઓના જણાવ્યા મુજબ, દુનિયાભરમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવને કારણે પ્લાસ્ટિકના ભાવમાં 25% જેટલો મોટો વધારો થયો છે. આ કારણે પ્લાસ્ટિકમાંથી બનતા લંચ બોક્સ, વોટર બોટલ અને કંપાસ બોક્સ બજારમાં ખૂબ મોંઘા થઈ ગયા છે. આ સિવાય પુસ્તકો પર ચડાવવામાં આવતા પ્લાસ્ટિક કવરના ભાવમાં 40% અને ખાખી કવરના ભાવમાં 25% નો વધારો થયો છે. બીજી તરફ, કાગળની વૈશ્વિક કિંમતો વધવાના કારણે નોટબુક અને ચોપડાના ભાવ પણ 10% જેટલા વધી ગયા છે. આ મોંઘવારી પાછળ આંતરરાષ્ટ્રીય કરન્સી કનેક્શન પણ જવાબદાર છે. સ્ટેશનરીની કેટલીક ફેન્સી વસ્તુઓ તેમજ કાચો માલ-સામાન ચીનથી આયાત થાય છે, જે દિલ્હી અને મુંબઈ થઈને અમદાવાદ આવે છે. ચીનના યુઆન સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ગગડતું હોવાથી ત્યાંથી આવતી વસ્તુઓનો પડતર ખર્ચ વધી ગયો છે.

શાળાઓની મોનોપોલીથી વેપાર ભાંગ્યો આજકાલ મોટા ભાગની શાળાઓમાંથી જ ફરજિયાતપણે બાળકોને પુસ્તકો સહિતની સ્ટેશનરી કિટ આપી દેવાય છે અથવા તો વાલીઓને નક્કી કરેલી દુકાનમાંથી જ ખરીદી કરવાની ફરજ પડાય છે. ફેડરેશન ઓફ બૂક્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર આ મોનોપોલીના કારણે ગુજરાતમાં સ્ટેશનરીની દુકાનોની સંખ્યા 12,000 થી ઘટીને માત્ર 8,000 થઈ ગઈ છે, એટલે કે 4,000 દુકાનોને કાયમ માટે તાળા વાગી ગયા છે.