મહાવીરસિંહ સિંધવ રાત્રે 3:39 વાગ્યે બિલ્ડીંગમાંથી બિલ્ડીંગમાંથી નીચે પડે છે : CCTV વાયરલ
- દરવાજા પાસે પોલીસ ગાડી દેખાય છે ત્યારે મહાવિરસિંહ પડતા દેખાય છે
- મહાવીરસિંહ રાત્રે પાડોશીને કહ્યું તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર અને તેનું નામ કેમ માંગે છે તેમ કહી ગાળો બોલવા લાગ્યા
- માતાની સામે જ મહાવિરસિંહે પુત્રને માર માર્યો : 112ની ગાડી આવતા મહાવીરસિંહ પોતાના ફ્લેટમાં જતા રહ્યા હતા
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું ૮ જૂને રાત્રે ચોથા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વહેલી સવારે ૩ વાગ્યાને ૩૯ મિનિટે મહાવીરસિંહ બિલ્ડીંગમાંથી નીચે પડે છે. લૂંટ, ગુજસીટોક, આર્મ્સની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીરસિંહ ૮ જૂને સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો, ત્યારે ચોથા માળેથી નીચે પટકાયો હતો.
૨૦૨૦માં લોકસાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં ૧૦ લક્ઝુરિયસ કારોના કાફલા સાથે એન્ટ્રી કરી અને લાખો રૂપિયાનો વરસાદ કરીને મહાવીરસિંહ અચાનક લાઈમલાઈટમાં આવ્યો હતો. બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક મહાવીરસિંહ સિંધવ (મૂળ રહે. ચોકડી ગામ, તા. ચુડા, સુરેન્દ્રનગર) તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા 'અક્ષર લક્ઝુરિયા' ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. ૮ જૂને રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા પાડોશીઓ સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે રહીશો સાથે મારામારી શરૂ કરી દીધી હતી. તેના આતંકથી કંટાળીને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર ૧૧૨ પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.
સ્થાનિકોની જાણ બાદ પોલીસ આવી હોવાની ભાળ મળતાં જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો. ચોથા માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધો ચોથા માળેથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. જે નીચે પડવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એટલે કે ૮ જૂને વહેલી સવારે મહાવીરસિંહ બિલ્ડીંગમાં નીચે પડ્યો હતો. ઊંચાઈ પરથી નીચે પડતાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાના લીધે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા પાડોશી યુવકની માતાની મહાવીરસિંહ અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઘુમા વિસ્તારમાં વિભૂષા બંગલો રોડ પર 'અક્ષર લક્ઝુરિયા' ફ્લેટમાં રીટાબેન સોલંકી તેમના પુત્ર સાથે રહે છે. ૯ જૂનના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યાની આજુબાજુ અવાજ આવતો હતો તેથી પોતે જાગી અને જોતા તેમના ફ્લેટમાં ૪૦૩ નંબરમાં રહેતા મહાવીરસિંહ અને તેની સાથેના બે વ્યક્તિ ઉભા હતા. આ મહાવીરસિંહે કહ્યું હતું કે, માસી બહાર આવો જેથી દરવાજો ખોલતા તેમણે કહ્યું હતું કે તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર અને તેનું નામ કેમ માંગે છે તેમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો.