Loading Please Wait !!!
અંબાજી મંદિરમાંથી 1 લાખનું બંડલ ચોરતો કર્મચારી પકડયાો

સિટી ન્યૂઝ@અંબાજી : અંબાજી મંદિરમાંથી નોટોનું બંડલ ચોરી કરતા એક હંગામી કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારે બપોરે ભંડાર કક્ષમાં ભંડાર ગણતરી ચાલી રહી હતી ત્યારે બની હતી.

મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં ફરજ બજાવતો હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર બાથરૂમ ગયો ત્યારે તેના હાથમાંથી નોટોનું બંડલ પડી ગયું હતું. અન્ય કર્મચારીઓએ આ જોઈને તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી.

મંદિરના હિસાબી અધિકારીએ અંબાજી પોલીસ મથકે ચિરાગ ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેની પાસેથી 208 નોટો મળી આવી હતી, જેની કુલ રકમ રૂ. 1,04,000 થાય છે. પોલીસે આરોપી ચિરાગ ઠાકોરની ધરપકડ કરી છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ચોરી થયેલી આ રકમ એચડીએફસી બેંકમાં જમા કરાવવામાં આવી છે. અંબાજી મંદિરમાં દર મંગળવારે સીસીટીવી કેમેરાની હાજરીમાં કાયમી અને હંગામી કર્મચારીઓ તેમજ સુરક્ષા જવાનોની હાજરીમાં ભંડાર ગણતરી કરવામાં આવે છે.