અમદાવાદમાં દીકરીના જન્મ બાદ દહેજ માટે મારઝૂડ!
- પતિ દ્વારા જાતિના નામે અપમાનિત કરવાનો ગંભીર આક્ષેપ!
- અગિયાર મહિનાથી બે વર્ષની દીકરી સાથે પિયરમાં રહેતી પીડિતા!
- હિલા મંડળના સમાધાન છતાં પતિના વર્તનમાં કોઈ સુધારો નહીં!
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ શહેરમાંથી એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ૩૮ વર્ષીય પરિણીતાએ દીકરીના જન્મ બાદ દહેજની માંગણી કરીને પૈસા અને દાગીના લાવવા માટે દબાણ કરવા તેમજ જાતિના નામે અપમાનિત કરીને મારઝૂડ કરવા બદલ પોતાના પતિ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
સરદારનગર વિસ્તારમાં માતા અને ભાઈઓ સાથે રહેતી પીડિતાના લગ્ન ૧ મે, ૨૦૨૨ના રોજ મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રણેલા ગામના યુવક સાથે થયા હતા, અને શરૂઆતના દિવસો સામાન્ય રહ્યા બાદ દીકરીના જન્મ પછી પતિનું માનસિક અને શારીરિક શોષણ વધી ગયું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ મહિલા મંડળ સમક્ષ સમાધાન થવાથી પરિણીતા સાસરે ગઈ હતી, પરંતુ થોડા જ દિવસોમાં પતિએ ફરીથી પિયરમાંથી પૈસા તથા દરદાગીના લાવવા માટે દબાણ કરી મહેણાં-ટોણાં મારવાનું શરૂ કરી દીધું હતું અને 'તું નીચ જાતની છે' કહીને જાતિગત અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા.
આ ત્રાસથી કંટાળીને પરિણીતા છેલ્લા ૧૧ મહિનાથી પોતાની બે વર્ષની દીકરી સાથે અમદાવાદ ખાતે પિયરમાં રહેવા આવી ગઈ હતી અને આખરે તાજેતરમાં એરપોર્ટ પોલીસ મથકે પહોંચીને સમગ્ર મામલે ન્યાયની गुहार लगाई છે.
પોલીસે આ ગંભીર મામલે આરોપી પતિ વિરુદ્ધ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમો તેમજ એટ્રોસિટી એક્ટની કલમ સહિતની કાનૂની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરીને આગળની સઘન તપાસ હાથ ધરી દીધી છે.
દહેજ પ્રથા અને સામાજિક કુરિવાજો સામે કાયદાકીય સુરક્ષા
આજજના આધુનિક યુગમાં પણ દીકરીના જન્મ બાદ દહેજ માટે અપાતો માનસિક અને શારીરિક ત્રાસ તથા જાતિગત અપમાનો સમાજ માટે એક કલંક સમાન છે. કાયદા દ્વારા મહિલાઓની સુરક્ષા અને અધિકારો માટે સખત જોગવાઈઓ કરવામાં આવી છે, ત્યારે આવા કિસ્સાઓમાં પીડિતા દ્વારા લેવાતા કાયદાકીય પગલાં અન્ય મહિલાઓ માટે પણ ન્યાય મેળવવાનો માર્ગ મોકલો કરતા હોય છે.