Loading Please Wait !!!
ભારે કરી : લગ્નનાં 6 મહિનામાં જ પત્ની ઘર છોડી પિયરમાં ગઈ, હવે 48 વર્ષે પાછી સાસરિયામાં આવી

 

સીટી ન્યૂઝ@પટના

પટનાના બરિયારપુર ગામના લલન મિશ્રાની પત્ની નિર્મલા દેવી ૪૮ વર્ષ બાદ પાછા આવ્યા તો તેઓ પોક મૂકીને રડવા લાગ્યા. પરિવારમાં લોકોમાં ખુશીના આંસુ હતા. તમામ લોકોએ તેમનું સ્વાગત કર્યું. પત્ની છોડીને ગઈ તો લલન મિશ્રાએ બીજા લગ્ન ન કર્યા અને બસ પત્નીની રાહ જોતા રહ્યા. પત્નીની રાહ જોવામાં આખું જીવન એકલું કાઢી નાખ્યું, હવે વૃદ્ધાવસ્થામાં પત્નીનો સાથ મળ્યો હતો ખુશીથી રડવા લાગ્યા.

૧૯૭૭માં થયા હતા લગ્ન લલન મિશ્રાના લગ્નના દિવસોને યાદ કરતા રડી પડ્યા. તેમણે જણાવ્યું કે માર્ચ ૧૯૭૭માં તેમના લગ્ન નિર્મલા દેવી સાથે થયા હતા. નિર્મલા દેવી લગ્નના ૬ મહિના બાદ ઘર છોડી પોતાના પિયરે દરભંગામાં જતા રહ્યા હતા. ત્યાર બાદ સાસરિયા તરફ ક્યારેય વળીને પાછું જોયું નહીં. લલન મિશ્રા પોતાની પત્નીને આજુબાજુના ગામડામાં શોધતા રહ્યા, પણ તેઓ મળ્યા નહીં. બાદમાં જાણવા મળ્યું કે એ તો પિયરમાં જતા રહ્યા છે.

પત્નીની યાદમાં સારી એવી નોકરી પણ છોડી દીધી અને ૩ મહિના સુધી પાગલ જેવું જીવન વીતાવ્યું. પત્ની નિર્મલા દેવી જણાવે છે કે તેમને સાસરિયામાં જ અમુક લોકોએ ભડકાવીને ઘર છોડવા મજબૂર કરી હતી. ઘર છોડ્યા બાદ નિર્મલા દેવી પોતાના પિયરમાં જ રહ્યા.

નિર્મલાના પિતાએ નાગપુરમાં સરકારી સ્કૂલમાં નોકરી લગાવી દીધી. ત્યારથી તે ત્યાં જ રહેતા. હવે જતાં તેઓ સાસરિયામાં પરત ફર્યા છે. નિર્મલાએ પોતાના હાથમાં કોતરાવેલું નિશાન બતાવ્યું જે લગ્નના સમયે પતિ માટે બનાવ્યું હતું. આ જોઈ પતિ અને આખો પરિવાર ચોંકી ગયો. નિર્મલા દેવી પોતાના સાસરિયા બરિયાપુર આવતા પહેલા બખ્તિયારપુર પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાંથી પોતાના પતિ વિશે જાણકારી લીધી હતી. આજે ઘરના આંગણામાં કેટલાય વર્ષો બાદ ખુશીઓ ફરીથી આવી છે. જીવનની અંતિમ વેળાએ તેમના એકલાપણાનો સાથી મળી ગયો.