Loading Please Wait !!!
એક જ સ્થળે ફરજ બજાવતા 42 જવાનોની આંતરિક બદલી

  • રાજકોટ શહેરમાં ત્રણ વર્ષથી વધુ સમયથી
  • રાજકોટ પોલીસ કમિશ્ચરે કર્યો હુકમ: તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા ફરમાન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક સાથે વધુ ૪૨ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. એક જ સ્થળે ૩ વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મચારીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પ્રથમ યાદી જાહેર કરી ૪૯ કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી હતી આ પછી વધુ એક બદલીનો લીધો તૈયાર કરી ૮૮

પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી

છૂટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ

અલગ શાખામાં એક સ્થળ પર ૩ કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ ૫ લીધા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ ૧૭૯ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ તિથો ૨૩ જુલાઈએ રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ૨૯ પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો તિથો ૨૮ જુલાઈએ રોજ કે જુલાઈ-સપ્ટેમ્બરમાં આવ્યો હતો જેમાં ૮૪ અને ૪ મળી કુલ ૮૮ પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી.આ

પછી ૦૪.૦૮.૨૦૨૬ના રોજ ચોથો લીધો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ ૩૨ પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી હતી. જ્યારે આજે ૧૦.૦૮.૨૦૨૬ના રોજ આજે વધુ ૪૨ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. ૪૨ પૈકી ૧૪ પોલીસ કર્મી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા જેમને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જ્યારે બાકીના ૨૭ કર્મચારીઓની આંતરિક પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે અને ૧ પોલીસ કર્મીને હેડ ક્વાર્ટરમાં બદલી આપવામાં આવી છે.