Loading Please Wait !!!
કંકણપુર પોલીસ મથકમાંથી 15 લાખના દારૂ બારોબાર વેચાયો

વાડ જ ચીભડાં ગળે' તો રક્ષણ કોણ કરે?

  • >> ઈકો કારમાં દારૂ લઈ જતા GRD જવાનનું કારસ્તાન CCTVમાં કેદ

  • >> પોતાની જ કચેરીના જવાન નરેન્દ્ર બારિયા સામે નોંધાયો ગુનો

સીટી ન્યૂઝ@ગોધરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કંકણપુર પોલીસ મથકમાંથી કાયદાના રક્ષકો પર જ સવાલો ઉભા કરતી એક અત્યંત શરમનક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ સુરક્ષિત રીતે રખાયેલા લાખો રૂપિયાના મુદ્દામાલની ઉચાપત થતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કાયદાના રક્ષકે જ બુટલેગરો સાથે સાંઠગાંઠ કરીને આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, કંકણપુર પોલીસ મથક ખાતે અલગ-અલગ પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુના હેઠળ ઝડપાયેલો વિદેશી દારૂ સુરક્ષિત રીતે મુદ્દામાલ રૂમમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ, આ જપ્ત કરાયેલા સરકારી મુદ્દામાલમાંથી અંદાજે રૂ. ૧૫.૨૦ લાખની મસમોટી કિંમતનો વિદેશી દારૂ બારોબાર વેચી મારવામાં આવ્યો છે. આ ગંભીર કૌભાંડનો આરોપ અહીં જીઆરડી (GRD) તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર બારિયા નામના જવાન પર લાગ્યો છે. મુદ્દામાલ રૂમમાંથી દારૂ ગાયબ હોવાની શંકા જતાં જ્યારે પોલીસ મથકના કમ્પાઉન્ડ અને આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા, ત્યારે ઉચ્ચ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે, પોલીસના સિક્યોરિટી ઝોનમાંથી જ વિદેશી દારૂનો જથ્થો એક ઈકો કારમાં ભરીને બેરોકટોક બહાર લઈ જવામાં આવી રહ્યો છે. આ મજબૂત પુરાવાના આધારે ઘરના જ ભેદી એવા જીઆરડી જવાનનું કરતૂત છતું થયું હતું.

સીસીટીવીના પુરાવા સામે આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કડક સૂચનાથી ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મુદ્દામાલની ગંભીર ઉચાપત મામલે કંકણપુર પોલીસે પોતાની જ કચેરીના જીઆરડી જવાન નરેન્દ્ર બારિયા સામે કાયદેસરનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. પરંતુ આ ઘટનાથી એક મોટો સવાલ ઊભો થયો છે કે, જો પોલીસ મથકની અંદર જ સરકારી મુદ્દામાલ સુરક્ષિત નથી, તો પછી સામાન્ય જનતાની સુરક્ષા કોના...