અગાઉ ઝીણો પોલીસ સ્ટેશનમાં પોલીસને રૂમમાં પૂરી ભાગી ગયો હતો !
=> ''બેવડી હત્યાનો માસ્ટર માઈન્ડ'' નામ ઝીણો પરાક્રમ મોટા
=>જાંબાઝ પોલીસમેન મહેશ મંઢે તેને પકડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં બેવડી હત્યાને અંજામ આપનાર ઝીણો લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેનું નામ ઝીણો છે પણ તેનું પરાક્રમ મોટું છે અગાઉ મારામારીના ગુનામાં બી ડિવિઝન પોલીસે પકડ્યો ત્યારે પોલીસ જવાનોને રૂમમાં પુરી પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો અને પછી પોલીસમેન મહેશ મંઢ સહિતનાને માર માર્યો હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં દાખલ થયો હતો હવે બે લોકોની હત્યા કરનાર ઝીણા સામે કડક કાર્યવાહી કરવી પડે તેમ છે કારણકે તેણે બેવડી હત્યામાં જે ઝેરી પીણાંનો ઉપયોગ કર્યો છે તે વિશે તપાસ કરવામાં નહિ આવે તો અનેકના મોત નક્કી ?
રાજકોટના સામા કાંઠા વિસ્તારના ઝીણા નામધારી મોટા પરાક્રમીના પરાક્રમ વિષે વાત કરીએ તો અગાઉ નજીવી બાબતે ઝીણાએ હાર્દિક કુગશિયા નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો બાદમાં ઝીણાને બી ડિવિઝન પોલીસે પકડી કાર્યવાહી કરતા પોલીસને ડી સ્ટાફ રૂમમાં પૂરીને ભાગી ગયો હતો તેમ છતાં પોલીસે ગણતરીના સમયમાં જીણાને પકડી પાડયો હતો અને સબક શીખવાડયો હતો અને અગાઉ પણ પોલીસ દ્વારા જીણાને સબક શિખવાડવામાં આવી હતી ઉપરોક્ત ગુનામાં પકડ્યા બાદ પોલીસે તેની આકરી સરભરા કરી હતી પરંતુ ઝીણો એટલો પરાક્રમી હતો કે તે પોલીસને પણ ચકમો આપી તમામ સ્ટાફને રૂમમાં પુરી પોતે પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટ્યો હતો અને સીધો જ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો અહીં તેણે
રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકના તત્કાલીન કોન્સ્ટેબલ મહેશ મઢએ માર માર્યો હોવાનો આક્ષેપ કરી તેમના વિરુદ્ધમાં કોર્ટમાં ખોટા આક્ષેપો કર્યા હતા પોલીસ દ્વારા મને માર મારવામાં આવ્યો હતો તેના જવાબમાં કોર્ટે મેડિકલ રિપોર્ટ અને સારવાર માટેના આદેશ કરવામાં આવ્યા હતા
અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે ઝીણા પર કાર્યવાહી કરનાર પી.એસ.આઈ વનરાજસિંહને પણ ગાળો ભાંડી હતી અને કોન્સ્ટેબલ જયેશ નિમાવતનો મોબાઈલ પણ તોડી નાખ્યો હતો અને દરેક વખત પોલીસ પર ખાર રાખી આવા કૃત્યો કરતા થાકતો નથી અને ઝીણાને પોલીસની જાણે બીક ન હોય તેમ કાયદો હાથમાં લઈને ગુનાખોરી આચરી રહ્યો છે પરંતુ હવે ઝીણાએ જે કૃત્ય આચર્યું છે તે માફ કરવા લાયક નથી, દારૂ-જુગારના હાટડાઓ ચલાવતા આ ઝીણાએ બે નિર્દોષ લોકોની હત્યાને અંજામ આપી કાયદો-વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઝીણા પાસે કોઈ ઝેરી પ્રવાહી પીણું છે જેના દ્વારા તેણે એનેકને મોતને ઘાટ ઉતર્યા છે પણ તે પ્રવાહી રિપોર્ટમાં આવતું નથી તેથી જીણાના કાંડ બાર આવતા નથી.
પોલીસ દ્વારા ઝીણા વિરૂદ્ધ યોગ્ય તપાસ કરીને આ ક્યુ પ્રવાહી છે તે જાણવું ખુબ જરૂરી બની ગયું છે જો પોલીસ એ પ્રવાહી સુધી નહિ પહોંચે તો ભવિષ્યમાં પણ અનેક લોકોના મોત નક્કી જ છે.