વીરપુરમાં સુજલામ સુફલામ યોજનામાં કરોડોની ખનીજ ચોરી
=> લાયન ટેરિટરીમાં ખનીજ માફિયાઓનો આતંક, વન વિભાગ ઘોર નિંદ્રામાં
=> સ્થાનિક તંત્રની મિલીભગત સામે CMOમાં ઓનલાઇન ફરિયાદથી હડકંપ
સિટી ન્યૂઝ@ગૌરવ ગાજીપરા-વીરપુર
રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ વચ્ચે ખેડૂતો ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. વાવણીનો સમય અત્યંત નજીક છે ત્યારે ખેતીના કામો માટે અનિવાર્ય એવા ડીઝલની તીવ્ર અછત ઊભી થઈ છે. આધુનિક યુગમાં ખેતી સંપૂર્ણપણે યંત્રો પર આધારિત છે, પરંતુ પૂરતું ઈંધણ ન મળવાને કારણે ખેતરોમાં ટ્રેક્ટરો, રોટાવેટર અને ઓરણી જેવા સાધનો થંભી ગયા છે, જેનાથી જગતના તાતમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર અછત જ નહીં, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોના જક્કી અને અવ્યવહારુ વલણથી ખેડૂતોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ, જ્યારે તેઓ ખેતીના ઉપયોગ માટે કેન કે બેરલ લઈને ઈંધણ લેવા જાય છે, ત્યારે પંપ સંચાલકો સીધો ઇનકાર કરી દે છે. સંચાલકો એવી દલીલ કરે છે કે સરકારી નિયમો અનુસાર માત્ર વાહનની ટાંકીમાં જ ડીઝલ ભરી આપવામાં આવશે, ખુલ્લા કેનમાં નહીં.
આ અટપટા નિયમે મોટો વિરોધાભાસ ઊભો કર્યો છે. ખેડૂતો સવાલ પૂછી રહ્યા છે કે જો તેમના ટ્રેક્ટર કે અન્ય કૃષિ સાધનોમાં ઈંધણ જ ન હોય, તો તેને ખેતરોમાંથી પેટ્રોલ પંપ સુધી ધકેલીને કેવી રીતે લાવવા? આ વિચિત્ર માપદંડના કારણે ખેડૂતો લાચાર બની ગયા છે. હાલમાં ખેતરો ખેડવા, ખાતર નાખવા અને આગોતરી વાવણીની તૈયારીઓ ઈંધણના અભાવે સદંતર અટકી પડી છે.
ખેડૂતોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સમક્ષ તાકીદે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. કૃષિ કાર્ય માટે કેનમાં ડીઝલ આપવાના નિયમોમાં વ્યાવહારિક છૂટછાટ આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે. જો ચોમાસા પહેલાં ખેતરો તૈયાર નહીં થાય, તો વાવણી સમયસર નહીં થઈ શકે અને તેનાથી સમગ્ર પંથકના પાક ઉત્પાદનને મોટું નુકસાન જવાની ભીતિ છે.
જાહેર રોડ પર બિભત્સ ઈશારા કરતી બે મહિલા ઝડપાઈ
રાજકોટના ઢેબર રોડ ઉપર બસ સ્ટેન્ડ સામે આવેલી હોટેલ ગેસ્ટ હાઉસની આસપાસ કેટલીક મહિલાઓ જાહેરમાં ઉભી રહી બિભત્સ ચેનચાળા અને અસ્લીસ કૃત્ય કરતી હોવાની રજૂઆતો અન્વયે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બસ પોર્ટની સામે બે મહિલાઓ આવતા જતા પુરૂષોને બિભત્સ ઈશારા કરતી હોવાની બાતમી આધારે ટીમે દરોડો પાડી ઉભેલી બન્ને મહિલાને સકંજામાં લઇ નામઠામ પૂછતા શીતલ મુકેશ શ્રીમાળી અને મીતલ અલ્તાફ ચૌહાણ હોવાનું જણાવતા જમાદાર શીલ્પાબેન પ્રતાપભાઈ અને વૈશાલીબા ગોહિલ સહિતે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.