Loading Please Wait !!!
પથ્થર ભરેલા ટ્રક ચાલકને સીઝર મેમો આપતા માઈન્સ સુપરવાઈઝરને ફડાકો માર્યો

સિટી ન્યૂઝ@વેરાવળ

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર રામપરા બેડી ગામ નજીક કાળા પથ્થર ભરીને લઈ જતાં ટ્રક ચાલકને સીઝર મેમો આપવા માટે રોકતાં ભુસ્તર વિજ્ઞાન એન્ડ ખનીજ સૌરાષ્ટ્ર ઝોન ફ્લાઈંગ સ્ક્વોડના માઈન્સ સુપરવાઈઝરને ટ્રકના માલિકે ફડાકો ઝીંકી ગાળો ભાંડી ફરજમાં રૂકાવટ કર્યાની એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ કેરલમના અને હાલ રાજકોટના પરસાણાનગરમાં રહેતા આનંદભાઈ જયકુમારે એરપોર્ટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે તે અને અન્ય માઈન્સ સુપરવાઈઝર રંગનાથકુમાર બાલમુરગન તેમજ ડ્રાઈવર ગૌતમભાઈ ગનમેન હારૂનભાઈ અને સુધીરસિંહ સાથે રાજકોટ-અમદાવાદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા ત્યારે કુચીયાદડ પાસે એક ટ્રક કાળા પથ્થર ભરીને દેખાતા તેનો પીછો કરી ટ્રકને ઊભો રખાવી પૂછપરછ કરતાં ચાલકે પોતાનું નામ મુકેશ મોથલીયા હોવાનું કહ્યું હતું.

આથી ટ્રકને લઈને પોલીસ મથક આવી રહ્યા હતા ત્યારે ક્રેટા કારમાં ધસી આવેલા શખ્સોએ ટ્રક ચાલકને ગાડી પાછી વાળવા માટે કહ્યું હતું. આથી તેને તે શખ્સ પાસે જઈને હું ખાણ ખનીજમાં માઈન્સ સુપરવાઈઝર છું તમે કોણ છો તેમ કહેતાં તેણે હું રવિરાજસિંહ જાડેજા છું આ ટ્રક મારો છે. કહી તેને ફડાકો ઝીંકી દીધો હતો તેમજ મને તથા સ્ટાફને ગાળો આપવા લાગ્યો હતો. ત્યાર બાદ તે જતો રહ્યો હતો. તેણે ટ્રક સીઝ કરી પોલીસ મથકે રખાવી સીઝર મેમો ઈસ્યુ કરાવ્યો હતો. હાલ પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.