Loading Please Wait !!!
વાપીમાં કરોડોના બંગલા બન્યા સ્વિમિંગપુલ

વાપી–વલસાડમાં આભ ફાટ્યું : ભિલાડમાં 24 કલાકથી લોકો છત પર

સિટી ન્યૂઝ@જયપુર

અમદાવાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ, વાપી, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઔરંગા નદીમાં આવેલા પૂર અને અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે વહીવટી તંત્ર સતત બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત બન્યું છે.

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઔરંગા નદીમાં આવેલા પૂરના કારણે નદીનું પાણી સીધું રોઠીયા નગરમાં ધૂસી ગયું છે. ઔરંગા નદીના પ્રચંડ પ્રવાહ સામે તંત્ર પણ લાચાર બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ જિલ્લામાં સરેરાશ ૨૩ ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લો જળબંબાકાર બની ગયો છે. વાપીમાં ભારે વરસાદને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વાપીમાં પડેલા ૧૭ ઈંચ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધરમપુરમાં ૨૦ ઈંચથી વધુ વરસાદ પડતા ઔરંગા નદી ગાડીતૂર બની ગઈ છે. ભારે વરસાદના કારણે વલસાડ પાસેથી પસાર થતી

ઔરંગા નદીએ પોતાના કિનારા વટાવી દીધા છે. અડધી રાત્રે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દોડી કાઢે પહોંચી ગયું હતું અને સાયલન વગાડીને લોકોને તાત્કાલિક પોતાના ઘર છોડવા માટે આદેશ

આપવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી

થતાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.