ઉદ્યોગ, SME, રોકાણ અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા
મોરિશિયસના ઉદ્યોગ મંત્રીએ SWETARK GIFT Cityની ઓફિસની મુલાકાત લીધી
સિટી ન્યૂઝ@ગાંધીનગર
SWETARK Group of Companies માટે ગૌરવની ક્ષણરૂપે મોરિશિયસના ઉદ્યોગ, SME અને સહકાર મંત્રી Sayed Muhammad Aadil Ameer Meeva તેમના પ્રતિનિધિમંડળ સાથે SWETARKની GIFT City સ્થિત ઓફિસની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે SWETARK ટીમ દ્વારા મંત્રી તથા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન ભારત અને મોરિશિયસ વચ્ચે ઉદ્યોગ, SME ક્ષેત્ર, રોકાણ, વ્યવસાય વિકાસ તેમજ બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યાવસાયિક સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષો વચ્ચે પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. બેઠક દરમિયાન બંને દેશોના વ્યવસાયો, રોકાણકારો અને સંસ્થાઓને જોડતા નવા સહયોગના માર્ગો વિકસાવવાની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. SWETARK Group of Companiesના મતે GIFT City ભારતને વૈશ્વિક નાણાકીય અને વ્યવસાયિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણા ભૂમિકા ભજવી રહ્યું છે. મોરિશિયસ સાથેના ऐतिहासिक તથા વ્યાવસાયિક સંબંધોને ધ્યાનમાં રાખતા આ મુલાકાત ભવિષ્યમાં cross-border business, investment અને institutional collaboration માટે મહત્વપૂર્ણ બની શકે છે.SWETARK Group of Companies તરફથી મોરિશિયસના ઉદ્યોગ, SME અને સહકાર મંત્રી તથા સમગ્ર પ્રતિનિધિમંડળનું મૂલ્યવાન મુલાકાત બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.