ગુજરાતમાં 8 થી 15 ઓગસ્ટ ફરી વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતમાં ચોમાસાની વચ્ચે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે નવી આગાહી વ્યક્ત કરી છે. તેમના મતે, ત્રણ દિવસ પછી વરસાદી વાતાવરણ શરૂ થશે. ૫ ઓગસ્ટ પછી, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ, પવનની ગતિમાં વધારો અને ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલના મતે, ૫ ઓગસ્ટ પછી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સાથે, પવનની ગતિ પણ વધી શકે છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વધુ સક્રિય થવાની સંભાવના છે.
આગાહી મુજબ, ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને નાગરિકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે જો ઉપરવાસમાં સારો વરસાદ નોંધાય તો તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. જેને કારણે નદીના પાણી સ્તર વધવાની શક્યતા છે. તેમણે એમ પણ કહ્યું છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે.