Loading Please Wait !!!
સ્ટીલ-સિમેન્ટમાં આગ : ફ્લેટના ભાવમાં 3 થી 6 લાખનો વધારો !

=> યુદ્ધની અસર બજારમાં; કન્સ્ટ્રક્શન સેક્ટર હચમચ્યું : 20% ખર્ચ વધારો

=> રો-મટિરિયલની શોર્ટેજ રિયલ એસ્ટેટ પર સીધી અસર

=> સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ વગેરે મોંઘાં થયાં આર્કિટેક્ચરલ હાર્ડવેરમાં 3થી 4%નો ઘટાડો થયો

સિટી ન્યૂઝ@રાજકોટ

જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ જેવા બાંધકામ મટિરિયલ્સના ભાવમાં સરેરાશ ૨૦ ટકાનો વધારો થયો છે. પ્લંબિંગ મટિરિયલમાં તો ૪૩% સુધીનો ઉછાળો નોંધાતાં નવા પ્રોજેક્ટની કોસ્ટ વધી છે, જેથી આવનારા સમયમાં રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટીના ભાવમાં વધારો થઈ શકે થઈ છે. નવા પ્રોજેક્ટમાં ૧૨૦૦થી ૨૪૦૦ સ્ક્વેર ફૂટના ફ્લેટના ભાવમાં ૩ થી ૬ લાખનો વધારો થઈ શકે છે.

પાઇપમાં ૪૦% અને UPVCમાં ૪૩%નો વધારો નોંધાતા સમગ્ર કન્સ્ટ્રક્શન કોસ્ટ પર સીધી અસર થઈ છે. સ્ટીલના પ્રતિ ટન ભાવ ૫૮૦૦૦થી વધીને ૬૫૦૦૦ રૂપિયા થયા છે, એટલે કે ૧૨%થી વધુનો વધારો નોંધાયો છે. એલ્યુમિનિયમ પાઇપમાં ૩૬% અને સ્ટેઇનલેસ સ્ટીલ મટિરિયલમાં ૩૫%નો ઉછાળો નોંધાયો છે. સિમેન્ટના ભાવમાં પણ ડબલ ડિજિટ વધ્યા છે. PPC-OPC સિમેન્ટમાં ૧૨%થી ૧૩%નો વધારો થતાં બેઝિક કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી છે. ફિનિશિંગ મટિરિયલમાં પણ વધારો છે.

ગ્લાસમાં ૧૫%, ટાઇલ્સમાં ૧૨% અને એલ્યુમિનિયમ વિન્ડોમાં ૧૬%નો વધારો નોંધાયો છે. સંગીની ડેવલપર્સના ઓનર રવજી પટેલે કહ્યું કે, ‘બાંધકામ મટિરિયલના વધતા ભાવ દર્શાવે છે કે ૨૦૨૬ની શરૂઆતમાં કોસ્ટ ઇન્ફ્લેશન ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને પ્લંબિંગ, મેટલ અને કેમિકલ સેગમેન્ટમાં વધારો થતાં નવા ફ્લેટના ભાવ વધશે.

20% ખર્ચ વધારો

=> સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ જેવા બાંધકામ મટિરિયલ્સમાં 20% નો વધારો

=>પ્લંબિંગ મટિરિયલમાં તો 43% સુધીનો ઉછાળો

=>પાઇપમાં 40% નો વધારો

=>UPVC માં 43% નો વધારો

=>નોંધાતા સમગ્ર કન્સ્ટ્રક્શન કોસ્ટ પર સીધી અસર

શું અસર પડશે?

▪ નવા પ્રોજેક્ટના ખર્ચમાં સ્ક્વેરફૂટ દીઠ ૨૦૦- ૩૦૦ વધારો

▪ રિયલ એસ્ટેટના લોન્ચ ભાવ વધુ ઊંચા રહેશે

▪ ઘર ખરીદદારો માટે કુલ ખરીદી ખર્ચ અને EMI વધશે

▪ ડેવલપર્સના માર્જિન પર સીધું દબાણ

▪ પ્લંબિંગ અને મેટલ સેગમેન્ટ ખર્ચ વધારાનો મુખ્ય કારણ

પ્લંબિંગ, મેટલ અને કેમિકલ મોંઘું થતા પ્રતિ સ્ક્વેર ફીટ રૂ. 200-300નો વધારો થશે

સંગીની ગ્રુપના રવજી પટેલે કહ્યું કે, સુરતમાં એવરેજ ૧૨૦૦થી ૨૪૦૦ સ્ક્વેર ફૂટ સુધીના ફ્લેટનું સૌથી વધારે વેચાણ થાય છે. ફૂટ દીઠ ૨૫૦ રૂપિયાનો વધારો થાય તો ૧૨૦૦ સ્ક્વેરફૂટના ફ્લેટની કિંમત ૩ લાખ અને ૨૪૦૦ સ્ક્વેર ફૂટના ફ્લેટની કિંમતમાં ૬ લાખનો વધારો થશે. પ્લંબિંગ, મેટલ અને કેમિકલ સેગમેન્ટમાં અસર વધુ, માર્જિન જાળવવો મુશ્કેલ બન્યો છે.

મટિરિયલ્સના ભાવમાં 4 મહિનામાં વધારો નોંધાયો 

મટિરિયલ જાન્યુ. ભાવ (રૂ.) એપ્રિલ ભાવ (રૂ.) વધારો (રૂ.) વધારો ટકામાં
સ્ટીલ (TMT) (ટન) 58,000 65,000 7,000 12.07%
સિમેન્ટ (બેગ) 269 304 35 13.01%
AAC બ્લોક (ક્યૂબ) 3,248 3,399 151 4.65%
એગ્રીગેટ્સ (ટન) 903 977 74 8.19%
એલ્યુ. વિન્ડો (કિલો) 454 527 73 16.08%
એલ્યુ. પાઇપ (કિલો) 341 466 125 36.66%
MS પાઇપ (કિલો) 64 79 15 23.44%
GI પાઇપ (કિલો) 85 100 15 18.60%
SS મટિરિયલ (કિલો) 425 573 149 35.00%
ગ્લાસ (સ્ક્વેર ફૂટ) 189 218 30 15.00%
ટાઇલ્સ (સ્ક્વેર ફૂટ) 51 58 7 12.07%
પ્લંબિંગ (UPVC) 933 1,327 694 43.00%
AC (1 નંગ) 38,150 42,000 3,850