Loading Please Wait !!!
સોની બજારમાંથી 23 હજારના 460 મીટર વાયરની ચોરી

=> BSNLના ફોન ઠપ્પ : એ ડિવિઝનમાં ફરિયાદ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ રેસકોર્સ રીંગ રોડ ઉપર આદીનાથા ટાવરમાં રહેતા અને સુવિધા ટેલિફોન એક્સચેન્જમાં બી.એસ.એન.એલ. ટેલીકોમ કંપનીની સોની બજારની ફ્રેન્ચાઇજી ધરાવતા નિશીથભાઇ સ/ઓ જતીનભાઇ ગોસલીયા ઉ.65એ અજાણ્યા તસ્કરો સામે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 12 તારીખે હું ઓફિસે હતો ત્યારે મને ગધીવાડ શેરીમાંથી મને આશરે 25 જેટલા મારા સુવીધા ટેલીકોમના લેન્ડ લાઇન ફોન વાપરતા ગ્રાહકોનો ફોન આવેલ અને જણાવેલ કે અમારો લેન્ડ લાઇન ફોન બંધ છે બાદ મે મારી ઓફીસેથી મારા કંપનીના લાઈન મેન સંજયભાઇને મોકલતા તે ડી.પી. બોકસે ગયેલ અને ત્યા સંજયભાઇએ તપાસ કરતા જોવા મળેલ કે,ડી.પી. બોકસમાં ટેલીફોન કેબલ કપાયેલ હાલતમાં હતા જેના કારણે બધા ગ્રાહકોના ફોન બંધ છે જે બાદ તપાસ કરતા ટેલીફોનના થાંભલે વાયર કપાયેલ જોવામાં આવેલ અને આ કોપરના 20 પેર તથા 50 પેરના અલગ અલગ 50 મીટર વાયર કપાયેલ જોવામાં આવેલ જે બાદ અમોએ તપાસ કરતા ખ્યાલ આવેલ કે કોઠારીયા નાકાથી ગોલ્ડન માર્કેટ સુધીમાં 50 મીટર વાયર કપાયેલ જોવામાં આવેલ જે બાદ ખત્રીવાડમાં તપાસ 60 મીટર વાયર કપાયેલ જોવામાં આવેલ જે બાદ સીલ્વર માર્કેટમાં તપાસ કરતા 300 મીટર કોપર વાયર કપાયેલ જોવામાં આવેલ જે તમામ ટેલીફોન કેબલ વાયરો જોતા 20 પેર તથા 50 પેર બન્ને થઇને આશરે 460 મીટર જેટલો કોપર વાયરની આશરે કુલ કીમત 23000 થતી હોય જે કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.