Loading Please Wait !!!
એર ઈન્ડિયાનીની એપ લોન્ચ

 

  • ફ્લાઈટ મોડી પડે કે રદ થાય તો હોમ સ્ક્રીન પર મફત હોટેલ-કેબિન વિગતો મળશે : પેમેન્ટ સરળ બનશે

 

સિટી ન્યૂઝ | નવી દિલ્હી

એર ઈન્ડિયાએ મુસાફરી સરળ બનાવવા માટે તેની મોબાઈલ એપ્લિકેશનને નવી સુવિધા સાથે અપડેટ કરી છે. હવે આ એપ દ્વારા માત્ર ટિકિટ બુકિંગ જ પહેલા કરતા વધુ ઝડપી થશે નહીં, પરંતુ ફ્લાઈટ મોડી પડે કે રદ થાય તો મુસાફરોને એરપોર્ટ પર પરેશાન થવું પડશે નહીં.

આવી કોઈપણ સ્થિતિમાં, હોટલમાં રોકાવા અને ત્યાં સુધી જવા માટે કેબની સંપૂર્ણ માહિતી સીધી એપની હોમ સ્ક્રીન પર જ મળશે. આ સાથે જ એપના પેમેન્ટ સિસ્ટમને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેનાથી ટિકિટ બુક કરવી અને પેમેન્ટ કરવું પહેલા કરતા વધુ સરળ બની ગયું છે. એરલાઈને નવા અપડેટમાં પોતાની તૈયાર કરેલું ઇન-હાઉસ ઇન્ટરનેટ બુકિંગ એન્જિન ઉમેર્યું છે. આની મદદથી એપનું યુઝર ઇન્ટરફેસ પહેલા કરતા વધુ ઝડપી અને રિસ્પોન્સિવ બન્યું છે. હવે મુસાફરો ટિકિટ બુક કરતી વખતે એપ ધીમી પડવાની કે અટકી જવાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને બુકિંગ અત્યંત સરળ બની જશે.

એર ઇન્ડિયાના ચીફ ડિજિટલ અને ટેકનોલોજી ઓફિસર સત્ય રામાસ્વામીએ પીટીઆઈને જણાવ્યું કે એપનું નવું 'પેમેન્ટ ઓર્કેસ્ટ્રેશન સિસ્ટમ' અમને ભારતની દ્રષ્ટિએ અનેક પ્રકારના નવા ટેકનિકલ ફેરફારો અને ઇનોવેશન કરવાની સુવિધા આપશે.