Loading Please Wait !!!
સ્ટ્રેસથી બચવા દોડતી લાઈફમાં બ્રેક ‘સ્લો ડાઉન’ વેકેશન ટ્રેન્ડમાં

=> બદલાતી જીવનશૈલી; વિક એન્ડમાં પોતાના શહેરની હોટલ કે રિસોર્ટમાં જ ચેક-ઈન કરે છે

=> 28થી 35 વર્ષની વય જૂથના લોકો સમય કાઢીને પર્સનલાઈઝ્ડ અનુભવ મેળવવા ઈચ્છે છે

=> બ્રેઈન વેકેશનનો ટ્રેન્ડ : વેકેશનમાં શું છે ખાસ?

=> 24 થી 48 કલાક ડિજિટલ ડિટોક્સથી બ્રેક મળે છે

=> લાઈવ ડાઈનિંગ સાથે પર્સનલાઈઝ્ડ સ્ટેની પસંદગી

=> વેલનેસ એક્ટિવિટીથી યુનિક અનુભવ મેળવે છે

=> સ્ટ્રેસ, ફાસ્ટ લાઈફથી થાકેલા લોકો હવે ‘સ્લો ડાઉન’ વેકેશન પ્લાન કરે છે

સિટી ન્યૂઝ@રાજકોટ

બદલાતી જીવનશૈલી અને વધતી સ્પર્ધા વચ્ચે લોકોની વેકેશન પેટર્નમાં મોટો ફેરફાર આવ્યો છે. બિઝી લાઈફ અને સતત દોડધામ વચ્ચે લોકો પોતાને સમય આપી શકતા નથી. પરિણામે સ્ટ્રેસ, ડિપ્રેશન અને હાઈપર ટેન્શનના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે લોકો વિકએન્ડ દરમિયાન ‘સ્ટેકેશન’ તરફ વળી રહ્યા છે. જેને ‘સ્લીપકેશન’ કે ‘બ્રેઈન વેકેશન’ પણ કહે છે. આ ટ્રેન્ડ હેઠળ લોકો પોતાના શહેરની હોટલ કે રિસોર્ટમાં જ ચેક-ઈન કરે છે. આરામ અને રિલેક્સેશનને મહત્વ આપે છે. શહેરની ITC નર્મદાના જનરલ મેનેજર અક્ષય કાપરા, રેનાસાંસ અને કેરોફિલ્ડના મલ્ટી પ્રોપર્ટી જનરલ મેનેજર રોહિત બાજપાઈ અને નોવોટેલના અમિત સાંગવાને જણાવ્યું કે, સ્ટેકેશનનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યો છે. ભવિષ્યમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.

=> 28-35 વર્ષની વયજૂથમાં આ ન્યૂ વેકેશન ટ્રેન્ડ છે

સ્ટેકેશન, બ્રેઈન વેકેશન જેવા કોન્સેપ્ટ ટ્રાવેલ આઈટીનરીમાં એડ-ઓન કરવામાં આવ્યા છે. આ કોન્સેપ્ટને કારણે આશરે ૨૦ ટકા જેટલી વધારાની ગેસ્ટ એન્ટ્રી જોવા મળી રહી છે. જેમાં એવા મહેમાનોનો સમાવેશ થાય છે જે સમય કાઢીને પર્સનલાઈઝ્ડ અનુભવ મેળવવા ઈચ્છે છે. આ ટ્રેન્ડ ખાસ કરીને ૨active-૩૫ વર્ષની વયજૂથમાં વધુ જોવા મળી રહ્યો છે. લાઈવ ડાઈનિંગ એક્સપિરિયન્સ અને વધુ કમ્ફર્ટ સાથેનું સ્ટે પ્રથમ પસંદ બની રહ્યું છે.
વિકએન્ડ દરમિયાન 60% હોટલ બુકિંગ સરેરાશ 60 ટકા સુધી રહે છે.
અમદાવાદ અને તેની આસપાસના શહેરોમાંથી પણ લોકો ‘માઇન્ડફુલ ટાઇમ’ વિતાવવા બુકિંગ કરે છે.

=> બ્રેઈન વેકેશન: મેન્ટલ ફિટનેસ માટે લેવાતો વિકેન્ડ બ્રેક

કામનો સ્ટ્રેસ, ડિજિટલાઈઝેશનના કારણે લોકો ઘણીવાર પોતાની હેલ્થ પર ધ્યાન આપી શકતા નથી, જેના પરિણામે નાની ઉંમરમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં હેલ્થ મેન્ટેન રાખવું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સ્ટેકેશનમાં, મહેમાનો ડિજિટલ ડિટોક્સ કરી, વિકેન્ડ તેમના પરિવાર અથવા મિત્રોની સાથે પસાર કરે છે. આ દરમિયાન તેમને માઇન્ડ અને બોડી બંને માટે મેન્ટલ અને ફિઝિકલ રિલેક્સ મળે છે.

=> ટ્રેન્ડને ધ્યાનમાં રાખી હોટલ અને રિસોર્ટ્સ હવે સ્પેશિયલ પેકેજ શરૂ કરી રહ્યા છે

જેમાં કોર્પોરેટ્સ અને 9-5 જોબ કરતા ટોપ ઈન્ડસ્ટ્રીના લોકો તેમના પરિવાર સાથે મિનિ–વેકેશન પ્લાનિંગ કરે છે.

=> વેકેશનમાં ડિજિટલ ડિટોક્સ બ્રેકને પ્રાથમિકતા

સ્લીપકેશન કે નેપકેશન, જે વિદેશોમાં પહેલા પ્રચલિત છે, હવે લોકલ પણ નવો ટ્રેન્ડ બની રહ્યો છે. કેટલીક કલાકોની ઊંઘને માઇન્ડ અને બોડી બંને માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. વેલનેસ રિટ્રીટ્સમાં મેડિટેશન, નેચર સાથે કનેક્ટેડ વિવિધ એક્ટિવિટીઝનો શામેલ કરવામાં આવે છે. આવા રિટ્રીટ્સમાં ડિજિટલ ડિટોક્સને પ્રાથમિકતા આપી, ફોન અથવા અન્ય ટેક પ્રોડક્ટસને લઈ જવાનું મનાઈ હોય છે. ઉપરાંત ફૂડ પણ સાત્વિક હોય છે, સાથે આર્ટ થેરાપી જેવી યુનિક એક્ટિવિટીઝ પણ આપવામાં આવે છે. જે મહેમાનોને નવો અને આરામદાયક અનુભવ આપે છે.