સ્કૂલોમાં ‘સેક્સ’ એજ્યુકેશન ફરજિયાત
સેક્સ એજ્યુકેશન અને બાળકોને જાતીય શોષણથી બચાવવા અંગે જાગૃતિ મુખ્ય શાળા અભ્યાસક્રમ સામેલ કરવામાં આવશે
(સેક્સ એજ્યુકેશન માત્ર સેક્સ વિશે નથી, પણ સુરક્ષા, આરોગ્ય, સમજ અને સન્માન વિશે છે)
-
Pocso કાયદામાં ફરી વિચારણા? સંમતિથી બનેલા કિશોર સંબંધો ગુનો નહીં ગણાય? કેન્દ્ર સરકારે રચી નિષ્ણાંત સમિતિ
-
નિષ્ણાંત સમિતિની ભલામણોને સરકારે સ્વીકારી હોવાથી સુપ્રિમ કોર્ટને જાણકારી અપાઈ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
દેશભરમાં શાળાના અભ્યાસક્રમમાં સેક્સ એજ્યુકેશનનો સમાવેશ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રિમ કોર્ટને માહિતી આપી હતી કે તે નિષ્ણાંત સમિતિની ભલામણો આધારે દેશભરની તમામ શાળાઓ અને કોલેજોમાં વ્યાપક સેક્સ એજ્યુકેશન દાખલ કરવાની તૈયારી કરી રહી છે. કોર્ટેને એ પણ માહિતી આપી હતી કે સુપ્રિમ કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા પછી આ ભલામણોનો અમલ કરવામાં આવશે.