સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સાયકલ ફરજિયાત કરો! પેટ્રોલ બચાવો
» સ્કૂલ–કોલેજ સંચાલકો રાષ્ટ્રહિત માટે કડક નિર્ણય લો !
» ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ વાલીઓ મૂકવા આવવાના બદલે સ્કૂલ રીક્ષા–વાન ફરજિયાત કરે
» ધો. 9થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સાયકલ કરે તો મોટી ઇંધણની બચત થઈ શકે
» વિદ્યાર્થી સાયકલ પર પેટ્રોલ બચતનો એક માત્ર રસ્તો
» યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી સ્કૂલ સંચાલકો રાષ્ટ્રહિતમાં નાનો બદલાવ લાવે
સિટી ન્યૂઝ@રાજકોટ
ઇંધણની હાલની તંગી અને જૂન મહિનામાં શાળાઓનું વેકેશન શરૂ થવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઓનલાઇન શિક્ષણ અંગે વિચાર કરવામાં આવે તો તે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી, શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે યોગ્ય અને સંતુલિત નિર્ણય લેવું જરૂરી છે.
આ પરિસ્થિતિમાં સૂચન કરવામાં આવે છે કે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ સિવાયના અન્ય તમામ વિદ્યાર્થીઓ માટે શાળા અને કોલેજોમાં સાયકલનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે. આ પગલાંથી પેટ્રોલનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટશે અને ઇંધણની બચત શક્ય બનશે.
શાળા અને કોલેજના સંચાલકોએ આ બાબતની ગંભીરતા સમજીને તાત્કાલિક અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય, ત્યાં સુધી રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને સહયોગી અને વ્યવહારુ પગલાં લેવું સમયની માંગ છે.
આવો આપણે સૌ મળીને નાના-નાના બદલાવ દ્વારા મોટો રાષ્ટ્રીય ફાયદો મેળવીએ અને ઇંધણ બચત તથા પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ.
પરિણામ સમજવા જેવું
જો આવી રીતે દરેક ધોરણ અને દરેક સ્કૂલમાં લાગુ કરવામાં આવે તો હજારો લિટર પેટ્રોલ બચી શકે ઇંધણ પરનો ભાર ઘટે પર્યાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થાય.