સગીરા સાથેના ગુનાઓમાં હોટેલ સંચાલકોની જવાબદારી ફિક્સ થશે તો જ ગોરખધંધા હોટેલોમાંથી બંધ થશે !
=> હોટેલ રજીસ્ટ્રેશનના જાહેરનામા પ્રમાણે હોટેલમાં આવનારે દરેકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત: શહેરના ખૂણે ખાચરે ઉભી કરાયેલી હોટેલોમાં માત્ર ગોરખધંધો જ થાય
જાહેરનામાનો અમલ કેમ નથી ?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સગીરા પર ગેંગરેપની ઘટનાએ ફરી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.હોટેલમાં ફરજીયાત રજીસ્ટ્રેશના જાહેરનામાનો રીતસર ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની રહી છે.રાજકોટમાં કોલેજીયન યુવાનો ખાસ કરીને બસ સ્ટેન્ડ પાછળ આવેલી અનેક હોટેલોને પ્રેમલાપની જગ્યા સમજે છે અને હોટેલ સંચાલકો પણ કલાક બે કલાકના ૫૦૦-૧૦૦૦ રૂપિયાની લાલચમાં કોઈ વ્યક્તિ વ્યાભિચાર કરે તો તેના ભાગીદાર બને છે.હોટેલોમાં એકલતામાં બેસવું તે ગુનો નથી પરંતુ તેના નિયમોનું પાલન કરીને જવું જરૂરી છે. હોટેલમાં આવનાર દરેક વ્યક્તિને તેનું આઈકાર્ડ આપવું ફરજીયાત હોય છે અને હોટેલ સંચાલકોએ પણ આઈકાર્ડની માહિતી પોલીસ પોર્ટલમાં જમા કરાવવી પડે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર હોય છે.હોટેલ સંચાલકોએ પણ આ બાબતે જાગૃતતા લાવવી જરૂરી છે. જો કોઈ સગીર કે સગીરા પોતાની હોટેલમાં આવે તો તેને રૂમ ન જ આપવો જોઈએ. એકલતાનો મતલબ કોઈપણ વ્યક્તિને કાયદો હાથમાં લેવાનો નથી. પોલીસે આવા ગોરખધંધા બંધ કરાવવા કડકાઈ કરવાની સાથે હોટેલ સંચાલકોને સમજાવવા જોઈએ.સગીરા સાથેના દુષ્કર્મના કેસોમાં હોટેલ સંચાલકોની પણ જવાબદારી ફિક્સ થશે તો જ આ પ્રવૃત્તિ હોટેલોમાંથી બંધ થશે.
પોલીસ સામે સવાલ
• હોટેલ રજીસ્ટ્રેશનના જાહેરનામાનો રીતસર ઉલ્લંઘન થાય છે.
• ચેકિંગ માત્ર કાગળ પર જ કેમ ?
• ગેંગરેપ જેવી ગંભીર ઘટના બાદ પણ કાર્યવાહી ધીમી કેમ ?
• પોલીસ મૂક પ્રેક્ષક બની રહી છે ?
• હોટેલ સંચાલકોની જવાબદારી નક્કી થશે કે નહીં ?
હકીકત શું છે ?
• હોટેલમાં આવનાર દરેકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
• હોટેલ સંચાલકોએ ICARDની માહિતી પોલીસ પોર્ટલમાં જમા કરાવવી પડે છે.
• બસ સ્ટેન્ડ પાછળની અનેક હોટેલોમાં માત્ર ગોરખધંધો જ થાય છે.
• સગીર-સગીરાને પણ રૂમ આપવામાં આવે છે.
• હોટેલમાં એકલતામાં બેસવું ગુનો નથી, પરંતુ નિયમોનું પાલન કરીને જવું જરૂરી છે.