Loading Please Wait !!!
સાળીના મોહમાં સાઢુની હત્યા, પેટમાં ચાકુ મારી બનેવી ભાગી ગયો

  • મધ્યપ્રદેશના સંબંધોને લજવતો કિસ્સો
  • મૃતકની પત્નિ અને આરોપી વચ્ચે પ્રેમસંબંઘમાં હત્યા કર્યાની કબુલાત

સિટી ન્યૂઝ@મધ્યપ્રદેશ

મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે આ કેસમાં તેના સંબંધમાં થતાં બનેવીની ધરપકડ કરી છે. હત્યા પાછળ મૃતકની પત્ની અને આરોપી વીરેન્દ્રની વચ્ચે પ્રેમ સંબંધ સામે આવ્યો છે. ડોંગરગાંવ પોલીસ અનુસાર, મૃતકની પત્ની અને તેના બનેવી વીરેન્દ્ર વચ્ચે પ્રેમ સંબંધ હતો.લગભગ સાત મહિના પહેલા મહિલા વીરેન્દ્ર સાથે જતી રહી હતી. જો કે બાદમાં બાળકોના કારણે તે પાછી પોતાના પતિ પાસે આવી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ વાતને લઈ વીરેન્દ્ર નારાજ હતો અને તેણે સાઢુની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ મૃતકને તેની સોનાની ચેન અને મંગળસૂત્ર પાછી અપાવવાના બહાને એનટીપીસી પાસે બોલાવ્યો. ત્યાંથી આરોપી તેને બાઈક પર બેસાડીને લઈ ગયો.

પોલીસનો દાવો છે કે ત્યાર બાદ વીરેન્દ્રે એક સગીર સાથે મળીને યુવક પર ચાકુથી હમલો કરી દીધો. હુમલા દરમિયાન યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. આરોપી મૃતકના પેટમાં ચાકુ છોડ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો, સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો.ઘટના બાદ મૃતકના પરિવારમાં આક્રોશ ફેલાયો હતો. તેમણે આરોપીઓની ધરપકડ અને કડક સજાની માગ કરી હતી. પોલીસે આ મામલામાં વીરેન્દ્ર અને સગીરને અટકાયતમાં લઈ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી.