Loading Please Wait !!!
રેડિમેડ કપડામાં હવે નહીં રહે ‘સાઈઝ કન્ફ્યુઝન’ !

26 હજારથી વધુ ભારતીયોના 3D બોડી સ્કેનથી તૈયાર થયું ‘ઇન્ડિયાસાઇઝ’

શો રૂમમાં રેડિમેડ કપડાં હવે વેસ્ટર્નને બદલે ભારતીય સાઇઝ પ્રમાણે મળશે

કપડાંનો અલટરેશન ખર્ચ બચી જશે

સુરતના રિટેલર્સ અને ટેલર્સના મતે, રેડિમેડ કપડાંમાં ફિટિંગ માટે અલ્ટેરેશન સામાન્ય બાબત છે. જેમાં ખાસ કરીને શોલ્ડર, ચેસ્ટ, વેસ્ટ, હિપ અને સ્લીવ લેંથમાં એડજસ્ટમેન્ટ કરાવવાની જરૂર પડતી હોય છે. ઇન્ડિયન બોડી મેઝરમેન્ટ્સ આધારિત સીસ્ટિંગ વધુ વ્યાપક રીતે લાગુ થાય તો રેડિમેડ ગારમેન્ટની ફિટિંગ વધુ એક્યુરેટ બનાવવાની શક્યતા છે. જેનાથી લોકોનો અલ્ટેરેશનનો મોટો ખર્ચ બચી જશે.

સુરતનું કપડાંનું પ્રોડક્શન સરળ બનશે

સુરત ટેક્સટાઇલ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં ગારમેન્ટ રિટેલર્સ અને મેન્યુફેક્ચરર્સ માટે ભારતીય બોડી મેઝરમેન્ટ્સ વધુ ઉપયોગી બની શકે છે. જો દેશના સ્ટેન્ડર્ડ મેઝરમેન્ટ્સના આધારે પ્રોડક્શન કરવામાં આવે તો અલગ-અલગ બોડી ટાઈપ્સ માટે યોગ્ય સાઈઝ કપડા તૈયાર કરવાનું સરળ બની શકે છે. ગ્રાહકોને પણ કપડાં પસંદ કરતી વખતે માત્ર S-M-Lના આધાર ચોક્કસ ઇન્ડિયન મેઝરમેન્ટ્સ મળી શકે છે.

સિટી ન્યૂઝ@મુંબઈ

ઓનલાઈન કે રિટેલ સ્ટોર્સમાંથી કપડાં ખરીદતી વખતે એક સમસ્યા વારંવાર સામે આવે છે કે એક બ્રાન્ડની સાઈઝ પરફેક્ટ फिट થાય છે, જ્યારે બીજી બ્રાન્ડની એ જ સાઈઝ ટાઈટ કે લૂસ થાય છે. જેના માટે ગ્રાહકોએ સાઈઝ બદલવી અથવા અલ્ટેરેશન કરાવવું પડે છે. જેનો અલગથી ખર્ચ કરવો પડે છે. હવે ભારતીયોના શરીરના માપને આધારે તૈયાર કરાયેલા ઇન્ડિયાસાઇઝથી આ સમસ્યા ઘટશે. કેન્દ્ર સરકારના મિનિస్ట్రీ ઓફ ટેક્સટાઈલ્સ અને નિફ્ટ દ્વારા હાથ ધરેલા ઇન્ડિયાસાઇઝ પ્રોજેક્ટમાં ૨૬ હજારથી વધુ ભારતીયોના 3D બોડી સ્કેન્સ લેવામાં આવ્યા હતા. ૧૫ વર્ષથી વધુ ઉંમરના લોકોના બોડી મેઝરમેન્ટ્સના આધારે ડેટાબેસ તૈયાર કરાયો છે. જેના આધારે પરફેક્ટ સાઈઝના કપડા ઉપલબ્ધ સુરતના ટેક્સટાઇલ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની ગતિમાં વૃદ્ધિ થશે અને ફિટિંગની સમસ્યા ઘતશે.

દરેક તૈયાર કપડામાં સાઈઝ ટેબલ્સ S, M, L, XL, XXL જોવા મળે છે, પરંતુ દરેક બ્રાન્ડમાં તેનું એક્ચ્યુઅલ મેઝરમેન્ટ એક્સરસનું હોય તે જરૂરી નથી. ભારતીય શરીરની રચના યુરોપિયન કે અમેરિકન પોપ્યુલેશનથી અલગ હોઈ શકે છે. પરિણામે કેટલીક બ્રાન્ડના કપડા ફિટ અને તો અન્ય બ્રાન્ડના કપડા લૂસ કે ટાઈટ પડે છે. ઇન્ડિયાસાઇઝનો હેતુ ભારતીય બોડી ટાઈપ્સને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડર્ડ સાઈઝ ચાર્ટ તૈયાર કરવાનો છે, જેથી મેન્યુફેક્ચરર્સ અને રિટેલર્સ ભારતીય ગ્રાહકો માટે વધુ યોગ્ય ફિટિંગવાળા ગારમેન્ટ્સ બનાવી શકે, જેથી કપડાનું સિંલેક્શન અને પહેરવામાં વધુ અનુકૂળતા રહે.

જેમ દરેક રાજ્યમાં ભાષા બદલાય તેવી રીતે જ દરેક રાજ્યમાં લોકોની સાઈઝમાં થોડો બદલાવ જોવા મળે છે. અત્યારે દેશમાં અમેરિકા અને યુરોપિયન સાઈઝને ફોલો કરવામાં આવે છે. પરંતુ જો ઇન્ડિયન સાઈઝ ચાર્ટ અમલમાં આવે તો લોકોનો અલ્ટેરેશનનો ખર્ચ ઘટી જશે અને કંપની ફિટિંગ કપડા મળશે.

હાલ સુધી આપણી પાસે ઇન્ડિયન સાઈઝના ફર્મા નથી એટલે દરેક બ્રાન્ડ પોતાના હિસાબે સાઈઝ બનાવે છે. કોઈ કંપની ૩૮ ને M સાઈઝ કહે તો કોઈ કંપની ૪૦ ને પણ M સાઈઝ કહે છે, એટલે વાણીવાર કસ્ટમર કન્ફ્યુઝ થાય છે. ઇન્ડિયન ફર્મા જેવી સ્ટેન્ડર્ડ સાઈઝિંગ સિસ્ટમથી ઓનલાઈન શોપિંગમાં પણ ખોટી સાઈઝના કારણો થતી રિર્ટનની સમસ્યા ઘટાડી શકાય છે.

  • એક બ્રાન્ડમાં ફિટ, બીજામાં ટાઈટનો અંત આવશે
  • ગ્રાહકોને હવે અલ્ટેરેશન કરાવવામાંથી મુક્તિ મળશે
INDIAsizeએ આધારે ફેશન ડિઝાઇનનું શિક્ષણ વધુ પ્રેટિકલ અને ઇન્ડસ્ટ્રી-ઓરિએન્ટેડ બની શકે છે. જેમાં વિદ્યાર્થીઓ માત્ર વેસ્ટર્ન સાઈઝિંગ પર નિર્ભર રહેવાને બદલે ભારતીય બોડી મેઝરમેન્ટ્સના આધારે પેટર્ન મેકિંગ, ડ્રેપિંગ અને ફિટિંગ શીખી શકશે. સાથે જ, સ્થાનિક ડેટા અને ભારતીય બોડી પ્રપોર્શન પર વધુ અભ્યાસ અને સંશોધન કરવામાં આવશે. ભવિષ્યમાં Indian Fitને ફેશન એજ્યુકેશનના મહત્વના મોડ્યુલ તરીકે વિકસાવી શકાય છે, જેથી વિદ્યાર્થીઓને ભારતીય ગ્રાહકોની બોડી સ્ટ્રક્ચર અને ફિટિંગને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.