રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં બી ગ્રેડનું કેમિકલ બનાવી વેચતા બે ઝડપાયા
શહેર એસઓજી અને કુવાડવા પોલીસનું સંયુક્ત ઓપરેશન
૩.૧૭ લાખનો સીઝ : શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલ FSLમાં મોકલાયા
સિટી ન્યૂઝ @ રાજકોટ
શહેરના રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં એસઓજી અને કુવાડવા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતું બી ગ્રેડનું પ્રવાહી ૧૬૦૦ લીટર મળી આવતા પોલીસે સહિત કુલ ૩.૧૭ લાખના મુદ્દામાલ સાથે પોલીસે સંચાલક અને મેનેજરને દબોચ્યા હતા. જ્યારે આ શંકાસ્પદ મંજેલ જથ્થો શું છે તેની ચકાસણી કરવા FSLમાં મોકલવામાં આવ્યા છે.
અગાઉ ગેરકાયદે બાયોડીઝલના વેચાણ કરતા પકડાયેલ મહેલમ ફિરોજભાઈ ભારમલ નાગનો માણસ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં આવેલ ગોડાઉનમાં હાજર છે. અને શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો જથ્થો પ્લાસ્ટિકના બે વિવિધ કન્ટેનરમાં રાખેલ છે. તે વિવિધ જાનગી વાહનોમાં ઈંધણ તરીકે સપ્લાય કરતો હોવાની વાતચીત આધારે એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીથા કુવાડવા પોલીસ મથકના પીઆઈ એ.એન.જાની સહિતના સ્ટાફે દરોડો પાડી ઝડતી લેતા ૧૬૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતું પ્રવાહી મળી આવતા પોલીસે લેપટોપ, ઈલેક્ટ્રીક મોટર, ઈલેક્ટ્રિક કસુલ પંપ, કન્ટેનર સહિત કુલ ૩.૧૭ લાખના. મુદ્દામાલ સાથે પોલીસ વિસાવદરના ગહેલમ ફિરોજભાઈ ભારમલ, મેનેજર રણજીત કનુભાઈ ધાંધલ બંનેને ઝડપી લઈ આ શંકાસ્પદ જથ્થો શું છે તેની ચકાસણી કરવા ISLમાં મોકલવામાં આવ્યા હતો પ્રાથમિક તપાસમાં પોતાની ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગ માટે રાખી શકાય પરંતુ વેચાણ ન કરી શકાય તેવા બી ગ્રેડનું છેલ્લા ચારેક માસથી ગોડાઉન ભાડે રાખી બંને ટપમાં લીટર લેખે વેચાણ કરતા હોવાનું તેમજ આ કેમિકલ વિસાવદરમાં મહેલમ ભારમલના પ્લાન્ટમાં જ બનાવવામાં આવતું હોવાનું જણાવા ગયું છે.