Loading Please Wait !!!
સ્વ. મેનાબેન દોંગાની સ્મૃતિમાં 162 બોટલ રક્તદાન


સિટી ન્યૂઝ@રાજકોટ

સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં લોહીની અછત નિવારવા શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સ્વ. મેનાબેન દોંગાની 6 ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કલ્યાણ બેંકવેટ હોલ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. અંકુરભાઈ દોંગા, નરેન્દ્રભાઈ વાડોદરીયા અને મિત્ર વર્તુળના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગે જહેમત ઉઠાવી હતી. કુલ 162 બોટલ રક્ત એકત્રિત કરી સિવિલ હોસ્પિટલને અર્પણ કરાયું હતું. જન્મદિવસ કે સ્મૃતિ નિમિત્તે રક્તદાન, અંગદાન કે જીવદયાના કાર્યો માટે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી (મો. 9428200660) નો સંપર્ક કરવા જણાવાયું છે