Loading Please Wait !!!
હેડફોન, સાઉન્ડ થેરાપી અને યોગ ઈમર્સિવ યોગાએ રાજકોટ જીતી લીધું

  • રાજકોટમાં પ્રથમવાર ટેક્નોલોજી સાથે યોગ; ગહન શાંતિનો અનુભવ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં યોગ અને આધુનિક ટેક્નોલોજીનું અનોખું મિલન જોવા મળ્યું, જ્યાં City News અને Velvet Circle દ્વારા સારાઝા ખાતે ભવ્ય ઈમર્સિવ યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા વેલનેસ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય યોગ શિક્ષક યશ મોરડિયા દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરંપરાગત યોગાસનો સાથે આધુનિક ઈમર્સિવ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભાગ લેનારાઓને એક નવી જ અનુભૂતિ કરાવવામાં આવી હતી.

સેશનનું મુખ્ય આકર્ષણ રહ્યું --- હેડફોન સાઉન્ડ થેરાપી, જેમાં શાંતિદાયક સંગીત અને માર્ગદર્શિત ધ્યાન દ્વારા ભાગ લેનારાઓને આંતરિક શાંતિનો અનુભવ થયો. સાથે જ સુગંધિત વાતાવરણ અને ડીપ રિલેક્સેશન ટેક્નિક્સના કારણે લોકોને તણાવમુક્તિ અને માનસિક શાંતિનો ઊંડો અનુભવ થયો.ભાગ લેનારાઓએ જણાવ્યું કે, “આ માત્ર યોગા નહોતું, પણ આત્માની શાંતિનો અનુભવ હતો... જાણે જીવનું શિવ સાથે મિલન થયું હોય!”

આ અનોખા પ્રયોગ દ્વારા યોગ અને ટેક્નોલોજીના સંગમે લોકોને નવી ઉર્જા અને સકારાત્મકતા આપી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ આ ઈવેન્ટની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ પ્રકારના ઈમર્સિવ યોગા સેશન રાજકોટમાં વેલનેસ પ્રવૃત્તિઓ માટે એક નવી દિશા દર્શાવે છે.