Loading Please Wait !!!
ડોક્ટરોનું એલર્ટ : વેફરનું એક પેકેટ 100% શરીર માટે હાનિકારક !

=> પેકેજ્ડ ફૂડ લોકોના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય

X મોનોએસોડિયમ ગ્લુટામેટ (MSG)

X ટ્રાન્સ ફેટ

X કૃત્રિમ કલર

X પ્રિઝર્વેટિવ્સ

» છોકરાવ–છોકરીઓને હોર્મોનલ ઈમ્બેલેન્સની તકલીફ વધી રહી છે

» 10માંથી એક બાળકમાં ટાઈપ–2 ડાયાબિટીસની તકલીફ

» છોકરીઓની પિરિયડની ઉંમર ઘટતી જઈ રહી છે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ વર્તમાન જીવનશૈલીમાં જંક અને પેકેજ્ડ ફૂડનો વધતો પ્રભાવ લોકોના આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. વર્લ્ડ હેલ્થ કે નિમિત્તે શહેરના નિષ્ણાંત ડોક્ટરો સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું કે પિઝા-બર્ગર, સોફ્ટ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ ફૂડનાં વધતા સેવનથી ઓબેસિટી, ટાઈપ-૨ ડાયાબિટીસ અને હોર્મોનલ ઈમ્બેલેન્સ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ડોક્ટરોના મત મુજબ, આજના સમયમાં બાળકોમાં પણ આ બીમારીઓનો પ્રસાર ઝડપથી વધી રહ્યો છે, જે ભવિષ્ય માટે ચેતવણી રૂપ છે. આ પરિસ્થિતિમાં સંતુલિત આહાર, નેચરલ ખોરાક અને યોગ્ય જીવનશૈલી અપનાવવી એ વર્તમાન સમયની જરૂરિયાત બની ગઈ છે. હાલ દેશમાં ઓબેસિટી, ટાઈપ-૨ ડાયાબિટીસ અને હોર્મોનલ ઈમ્બેલેન્સની તકલીફ વધી રહી છે. પિઝા-બર્ગર જેવા જંક ફૂડ આપણા જીનેટિક્સને સૂટ કરતા નથી. ઓપીડીમાં ૧૦માંથી એક બાળકમાં ટાઈપ-૨ ડાયાબિટીસ હોય છે. છોકરીઓની પિરિયડની ઉંમર ઘટતી જઈ રહી છે. આહારમાં શાકભાજી અને અનાજનું પ્રમાણ ઓછું થતું જઈ રહ્યું છે જે ચિંતાજનક છે.

ઓરેન્જ જ્યુસમાં 21% જ ઓરેન્જ અને બાકી સુગર હોય છે

વેફરના પેકેટની શેલ્ફ લાઈફ વધારવા ઈમલ્સિફાયર, પ્રિઝર્વેટિવ્સ, એન્ટી કેકિંગ એજન્ટ, ફ્લેવર એન્હાન્સર નાખવામાં આવે છે જે હોર્મોન ડિસરપ્ટીંગ કેમિકલ હોય છે અને ઓબેસિટી વધારે છે. પેકેટ ઉપર ખાંડને જુદી જુદી રીતે મેન્શન કરાય છે. જેમ કે માલ્ટોડેસ્ટ્રીન અને હાઈફ્રુક્ટોઝ કોર્ન સિરપ જે સુગરને ૧૦ ગણી પ્રોસેસ કરીને બનાવાય છે. "ટોમેટો કેચઅપમાં ૨૨ ટકા ટોમેટો અને ઓરેન્જ જ્યુસમાં પણ ફક્ત ૨૧ ટકા જ ઓરેન્જ હોય છે, બાકી ખાંડ જ હોય છે. આપણો વડીલો કરતા એક દિવસમાં ૨૦ ગણી ખાંડ વધુ લઈ રહ્યા છીએ. પેકેજ ફૂડ બાળકોને અઠવાડિયામાં એક જ દિવસ આપવું જોઈએ. ખાદ્ય પદાર્થોમાં પ્રિઝર્વેટિવ માટે ઉપયોગ થતા કેમિકલના કારણે બાળકીઓને હવે ૧૦થી ૧૨ વર્ષની ઉંમરથી જ પિરિયડ્સ આવી જાય છે.

વેફરની જગ્યાએ સિંગ દાણા સાથે બટાકા પૌવા ખાવા

વેફરમાં કાર્બોહાઇડ્રેટ ૫૩.૫ ગ્રામ અને ૫૪૫ કેલેરી હોય છે. જે ત્રણ રોટલી બરાબર છે. મીઠાનું પ્રમાણ પણ ૯૮૨ MG, જે ખૂબ જ વધારે છે. આ ઉપરાંત પ્રોટીન અને ફાઈબર નહિવત હોય છે. જે તમારા એક અઠવાડિયાનો ડાયટ પ્લાન બગાડી શકે છે શું આપવું; સિંગ દાણા જોડે બટાકા પૌવા ખાવા જોઈએ, જેમાંથી તમને બધા જ પોષક તત્વો મળશે અને એમાં કેમિકલ પણ નહીં હોય.

સોફ્ટ ડ્રિંક બ્લડ પ્રેશર માટે હાનિકારક

સોફ્ટ ડ્રિંકમાં માત્ર એડેડ સુગર હોય છે. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય કે પછી પ્રિ-ડાયાબિટીક સ્ટેજમાં હોય તેઓ આ ડ્રિંકને અડવું જ ન જોઈએ. આ સિવાય ડ્રિંકમાં કોઈ પણ ન્યુટ્રિશનલ વેલ્યૂ હોતી નથી. ડ્રિંકથી બોડીમાં જતી એડેડ સુગરના લીધે બોડીમાં ફેટ વધારે છે. કેમ કે બોડીની ગ્લુકોઝ સ્ટોર કરવાની ક્ષમતા લિમિટેડ છે. અને જેમાં સોડિયમ પણ વધુ હોય છે - જે બ્લડ પ્રેશરના પેશન્ટ માટે હાનિકારક છે. સુગર વિના નેચરલ લેમન જ્યુસ લીંબુ સાથે ઓરેન્જ અને મોસંબીના નેચરલ જ્યુસ પીવા જોઈએ. જેમાં રિફાઈન્ડ વ્હીટ છે જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ હોય છે જેથી બોડીમાં વધુ સુગર બને છે સાથે તેમાં પામ ઓઈલ શરીર માટે જોખમી છે. આ સિવાય પેકેટમાં એડેડ સુગર પણ વધુ હોય છે.