રાજકોટમાં પેટ્રોલ 46% ડીઝલનો 33% સ્ટોક : કલેક્ટર
=> ચાર પેટ્રોલપંપ બંધ : જિલ્લામાં પેટ્રોલની 54-ડીઝલની 67% અછત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લાના 361 પેટ્રોલ પંપ પર પેટ્રોલનો 46 ટકા અને ડીઝલનો 33 ટકા જથ્થો હોવાનું કલેક્ટરે જાહેર કર્યુ છે. દરમિયાન જિલ્લામાં 4 જેટલા પેટ્રોલ પંપ બંધ હોવા તેમજ ધોરાજીમાં ખેડૂતો માટેનું ડીઝલ ખૂટી પડ્યું હોવા મુદ્દે ઝડપથી પુરવઠો મળે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઇંધણ બચતના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે આજે 21 મે ના મળેલી રિટર્નિંગ ઓફિસરોની બેઠક ઓનલાઇન મળી હતી અને આગામી સમયમાં કલેકટર કચેરીના તમામ વિભાગોની બેઠક ઓનલાઇન મળશે તેવું જાહેર કરાયું છે.
આ દરમિયાન આજે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ ભગાવો; મોંઘવારી હટાવો, ડિઝલ આપો; ખેતી બચાવો જેવા બેનર બતાવી સવાલ કરાયો હતો કે ભારત પાસેથી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો લેનારા દેશોમાં ભાવ શા માટે ઓછા છે? મોંઘવારીને કાબુમાં રાખી ગૃહિણીઓનું બજેટ ન વિખેરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં
361 પેટ્રોલ પંપ છે.