રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીને પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારત રત્ન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે રાજીવ ગાંધીના દુરંદેશી નેતૃત્વ અને દેશના આધુનિકીકરણમાં યોગદાનને યાદ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, "માહિતી પ્રૌદ્યોગિકી (IT), શિક્ષણ, પંચાયતી રાજ અને આધુનિક ભારતના નિર્માણ તેમજ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના કાર્યો અતુલનીય છે."
તેમણે ઉમેર્યું કે, યુવાનોને ૧૮ વર્ષે મતાધિકાર આપવાનો તેમનો ઐતિહાસિક નિર્ણય દેશના લોકતંત્ર માટે મહત્વનો સાબિત થયો છે. તેમના વિચારો, સેવા અને સમર્પણ આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે.
અંતે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ રાજીવ ગાંધીએ ચીંધેલા માર્ગે ચાલી દેશસેવા કરવાનો સંકલ્પ લીધો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડૉ. રાજદીપસિંહ જાડેજા ઉપરાંત જસવંતસિંહ ભટ્ટી, અતુલ રાજાણી, વૈશાલી શિંદે, અર્જુનભાઈ ચૌહાણ, મનીષાબેન રોજાસરા, ઠાકરશીભાઈ ગજેરા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, મહિલા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.