Loading Please Wait !!!
અહો આશ્ચર્યમ 16 વર્ષની 131 દીકરીઓ ‘પ્રેગનેન્ટ’!

  • ગુજરાતમાં ચોંકાવનારી સ્થિતિ : માત્ર મહેસાણા જિલ્લામાં 131 સગીરાઓ ગર્ભવતી બનતા ખળભળાટ
  • 15 વર્ષની 8 સગીરાઓ, 16 વર્ષની 43 સગીરાઓ, 17 વર્ષની 80 સગીરાઓ
  • આ આંકડા માત્ર મહેસાણા જિલ્લાના જ છે

સિટી ન્યૂઝ@મહેસાણા

મહેસાણા જિલ્લામાંથી સામાજિક અને આરોગ્ય ક્ષેત્રે લાલબતી સમાન અને અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગના સરકારી દફતરે છેલ્લા ચાર મહિનામાં જ ૧૩૧ જેટલી સગીરાઓ (૧૮ વર્ષથી ઓછી વયની બાળાઓ) ગર્ભવતી બની હોવાની ચોંકાવનારી નોંધણી થતાં સમગ્ર જિલ્લામાં ભારે અળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિષयक કામગીરી અને સગર્ભા મહિલાઓના ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાતી ‘ટેકો’ (TeCHO) પોર્ટલ/એપ્લિકેશન પર આ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના સત્તાવાર ચોપડે ૨૨ એપ્રિલ ૨૦૨૬ થી ૨૨ જુલાઈ ૨૦૨૬ સુધીના માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં ૧૮ વર્ષથી નાની વયની ૧૩૧ સગીરાઓની ગર્ભવતી તરીકે એન્ટ્રી થઈ છે. આ આંકડો જાહેર થતાં જ જિલ્લાનું સરકારી તંત્ર, સામાજિક સંગઠનો અને ચાઈલ્ડ પ્રોટેક્શન ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.

જિલ્લા આરોગ્ય તંત્રના આંકડાઓનું પૃથ્થકરણ કરતાં સામે આવ્યું છે કે ૧૬ વર્ષની વય ધરાવતી ૦૮ સગીરાઓ, ૧૬ વર્ષની વય ધરાવતી ૪૩ સગીરાઓ અને ૧૭ વર્ષની ઉંમર ધરાવતી ૮૦ સગીરાઓ ગર્ભવતી થઈ છે. જેમાં સૌથી વધુકેસ કડી તાલુકામાં નોંધાયા છે, જ્યાં ૪૮ સગીરાઓ ગર્ભવતી બની છે. જ્યારે સૌથી ઓછા કેસ જોટાણા તાલુકામાં સામે આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં સગીરાઓ ગર્ભવતી બનવા પાછળ બાળ લગ્ન જવાબદાર છે કે અન્ય કોઈ ગંભીર કારણો, તે અંગે આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધાયેલી તમામ ૧૩૧ ગર્ભવતી સગીરાઓની શારીરિક સ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તબીબી સારવાર અને દેખરેખ ચાલુ કરી દેવામાં આવી છે. નિયમો અને સરકારી પ્રોટોકોલ મુજબ આ બાબતની જાણ કરીને આગળની કાયદાકીય તથા સામાજિક કાર્યવાહી માટે સમાજ કલ્યાણ વિભાગ તેમજ ચાઈલ્ડ પ્રોટેક્શન યુબિટને કેસ સોંપવામાં આવ્યા છે.